Homeગુર્જર નગરીવલસાડ: 14 વર્ષની સગીરાને સોશિયલ મીડિયાની મિત્રતા પડી મોંઘી, યુવકે એકાંતમાં બોલાવી...

વલસાડ: 14 વર્ષની સગીરાને સોશિયલ મીડિયાની મિત્રતા પડી મોંઘી, યુવકે એકાંતમાં બોલાવી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયાનો અતિરેક કે કહીએ પાગલપન કયા નર્ક સુધી દોરી જાય એની તો ભવિષ્યમાં ગોઝારી ઘટના આકાર પામે ત્યારે ખબર પડે. સોશિયલ મીડિયા હવે ફાયદાનું ઓછું અને જોખમનું શસ્ત્ર વધારે બની ગયું છે. અપ્રત્યક્ષ વ્યક્તિની જલેબીના ગુંચળા જેવી મધ ભરેલી વાતોમાં કેટલાય લોકો ફસાઈ જાય છે. કોઈ છેતરપિંડીનું ભોગ બને છે તો કોઈની સાથે દુષ્કર્મની ઘટના બને છે. ગુજરાતના વલસાડમાં પણ આવો જ એક ચકચારી બનાવ બન્યો છે.

આ બનાવમાં સોશિયલ મીડિયા સ્નેપચેટના દ્વારા એક સગીરા એક યુવકના સંપર્કમાં આવી હતી અને તેનું સંપર્કમાં આવવું એ જ તેના માટે મુસીબત બની ગયું હતું. આ નરાધમે સગીરાને એકાંતમાં બોલાવી હતી અને સગીરા ચાલી ગઈ હતી. જે પછી આ શૈતાને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે આ શૈતાન પોલીસને ચકમો આપી ભાગી જાય એ પહેલા જ પકડી પાડવામાં આવ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના કંઈક એવી છે કે વલસાડના ઉમરગામમાં આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સગીરાની વય 14 વર્ષની છે. તે આદિલ નામના યુવાનની સાથે સ્નેપચેટના માધ્યમથી સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે આભાસી દોસ્તી કેળવાય હતી. આ દોસ્તીમાં મધમીઠી વાતો કરવામાં ઉત્સાદ આદિલે એક દિવસ સગીરાને પોતાના ઘરે બોલાવી હતી અને એકાંતનો લાભ લઈ તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીરાએ આ વાતની જાણ પોતાના પિતાને કરી દીધી હતી. પિતાએ પોલીસ ફરિયાદ નોંધવતા ગણતરીની ક્ષણોમાં જ પોલીસે આરોપી આદિલની ધરપકડ કરી લીધી હતી.

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મેડિકલ ચેકઅપની દિશામાં પણ પગલું ભર્યું છે. 14 વર્ષની વય એ કોઈ સ્માર્ટફોન યુઝ કરવાની નથી પણ અત્યારના ઝડપી માહોલમાં કેટલાક બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગમાં અતિરેક કરતા હોય છે અને પછી મુસીબતમાં ફસાઈ જતા હોય છે. સોશિયલ મીડિયાની અડકો તો તુરંત તૂટી જાય તેવા કાચના બનેલા સંબંધોની દુનિયા છે. જ્યાં શૈતાનો પણ સારી સારી વાતો કરી સારા બનવાનો પ્રયાસ કરતા હોય છે. હાલ તો વલસાડનો આ કિસ્સો તમામ માતા પિતાઓ માટે આંખ ઉઘાડનારો બન્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments