Homeગુર્જર નગરીઅમદાવાદ: રાતના એક વાગ્યે પત્ની અચાનક ગાયબ થઈ ગઈ પતિ શોધવા નીકળ્યો...

અમદાવાદ: રાતના એક વાગ્યે પત્ની અચાનક ગાયબ થઈ ગઈ પતિ શોધવા નીકળ્યો તો…

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. અહીં રાતના પતિ જ્યારે પોતાની પત્ની સાથે ઉંઘતો હતો અને અચાનકથી તેની ઉંઘ ઉડી તો તેની પત્ની પથારીમાં નહોતી. તેણે પત્નીને ઘરમાં શોધી, સોસાયટીમાં શોધી પણ ક્યાંય મળી નહીં. થાકી હારીને ઘરે આવ્યો ત્યારે વ્યાકુળ પતિને ટ્યૂબલાઈટ થઈ કે તેની પત્ની ક્યાં હશે.

એ દોડીને નજીકમાં આવેલ વિસ્તારમાં એક યુવકના ઘરે ગયો. જેની સાથે તેની પત્નીને એક વર્ષથી લગ્નેતર સંબંધ હતા. પતિ સાચો નીકળ્યો. તેની પત્ની ત્યાં જ હતી. જ્યારે પતિ પોતાની પત્નીને લઈ જઈ રહ્યો હતો ત્યારે આશિક તેને આવું ન કરવા જણાવી રહ્યો હતો. જોકે આ પતિ તેના ઘરે ન ગયો હોત અને રાતના તેની ઉંઘ ન ઉડી હોત તો એ કારમા ઘાથી બચી જાત. શું છે ઘા? વિગતે વાંચો.

આ સમગ્ર ઘટના અમદાવાદ શહેરના ધમધમતા ઈસનપુર વિસ્તારમાં બની છે. ચંડોળા તળાવની પાસે રહેતો 32 વર્ષીય યુવક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાતના તે ભોજન કરી ઉંઘી ગયો. એકાદ વાગતા તેની ઉંઘ ઉડી ગઈ. તેણે પથારીમાં જોયું તો પત્ની નહોતી. તેની પત્નીને શોધવા એ પાગલની જેમ આસપાસના વિસ્તારમાં આટા ફેરા મારવા લાગ્યો.

વિહવળ પતિને અચાનક પત્નીનાં આડા સંબંધોની યાદ આવી ગઈ. યુવકની પત્નીને એક વર્ષથી દાણીલીમડામાં રહેતા અફઝલ શેખ સાથે લગ્નેતર સંબંધ હતા. શંકા સાચી ઠરી. પતિ જ્યારે અફઝલના ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની ત્યાં જ હાજર હતી.

પતિ તેની પત્નીને લઈ જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં અફઝલે તેને આંતર્યો અને તેની સાથે ઊંચા અવાજે વાત કરવા લાગ્યો. મામલો એટલે સુધી પહોંચી ગયો કે, ‘તારી પત્ની ક્યાંય નહીં જાય, હું એને ક્યાંય નહીં લઈ જવા દઉ…’  કહી એકબાદ એક એમ છાતી પર છરીના ઘા ઝીંકી દીધાં હતાં. લોહીલુહાણ હાલતમાં કણસતો યુવાન રસ્તા વચ્ચે પડ્યો રહ્યો હતો.

લોહીલુહાણ હાલતમાં રસ્તા વચ્ચે પડેલા પતિને જોઈ પત્નીના પેટનું પાણી પણ નહોતું હલ્યું અને તે પોતાના આશિકની સાથે ફરાર થઈ ગઈ હતી. ઘાયલ યુવાને બાદમાં ખૂદ જ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. હાલ પોલીસે છરીનાં ઘા ઝીંકનારા આશિક અફઝલ અને યુવાનની પત્નીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments