Homeગુર્જર નગરીજૂનાગઢ: છરીની ધાક બતાવી યુવાનને નિર્વસ્ત્ર કર્યો બાદમાં યુવતીએ પણ કપડાં ઉતારી...

જૂનાગઢ: છરીની ધાક બતાવી યુવાનને નિર્વસ્ત્ર કર્યો બાદમાં યુવતીએ પણ કપડાં ઉતારી વીડિયો બનાવ્યો

Team Chabuk-Gujarat Desk: અત્યાર સુધી તો આપે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે કોઈ યુવતી યુવાન સાથે ફ્રેન્ડશીપ કેળવે અને વીડિયોકોલમાં કપડાં ઉતારવાનું કહી યુવાનને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરે. પણ જૂનાગઢ શહેરમાં તો અહો આશ્ચર્યમ પમાડતો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં તો છરીની ધાક દેખાડી યુવાનને નિર્વસ્ત્ર કરવામાં આવ્યો અને તેનો એક યુવતી સાથે વીડિયો બનાવી આ ખંડણીખોરોએ ત્રણ લાખની માગણી કરી. હેબતાઈ ગયેલા આ યુવાને પોલીસને જાણ કરી અને પોલીસે સરખી રીતનું છટકું ગોઠવી ટોળકીને ઝડપી પાડી.

હવે ગુનાખોરી પ્રત્યક્ષ નહીં અપ્રત્યક્ષ નોંધાઈ છે. સોશિયલ મીડિયા દ્વારા. જોકે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે છે તો ઓનલાઈનનો પણ પ્રત્યક્ષ રીતે ધાકધમકી બેસાડીને આચરવામાં આવ્યો છે. ધોરાજીમાં રેલવે ફાટક પર કામ કરતો ગેટ કિપર યુવાન આ સમગ્ર ઘટનામાં પીડિત છે. તેની સાથે અચાનક જ એવો બનાવ બન્યો કે કોઈ પણ માણસની કંપારી છૂટી જાય.

બનાવ 25મી જૂનના રોજ બન્યો હતો. જૂનાગઢની સાબલપુર ચોકડી પાસે ધોરાજી રોડના રેલવે ફાટક પર યુવાન ગેટ કિપર તરીકેની પોતાની ફરજ બજાવવા જઈ રહ્યો હતો. ત્યાં વચ્ચે જ આરોપી સલમાન વિશળ, બસીર સુમરા અને સબનમ ઉર્ફ સમુ તેની સામે આવી ગયા હતા. ધાકધમકીની શરૂઆત અહીંથી થઈ હતી. છરી બતાવી સલમાને તેને મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આ ત્રણે યુવાન પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા હતા. એમાં મહિલા સબનમે પાંનસો રૂપિયા બળજબરી કાઢી લીધા હતા.

વાત અહીંથી અટકી નહોતી. આ ત્રણે તિગડીનું કામ તો કાંઈક અલગ જ હતું. એ ફરિયાદીને નજીકમાં આવેલી ઓરડીમાં લઈ ગયા હતા. ત્યાં ગેટ કિપર યુવાનને તેનું પેન્ટ કાઢવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટનાની મુખ્ય સુત્રધાર તો સબનમ હતી. જે પોતાના કપડાં ઉતારવા લાગી હતી. એ પછી બંને નિર્વસ્ત્ર હોય તેવો વીડિયો સલમાને ઉતાર્યો હતો.

ખેલ ખતમ થયા બાદ ત્રણે યુવાનની પાસે ત્રણ લાખ રૂપિયા માગ્યા હતા અને જો ન આપે તો વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી. જૂનાગઢમાં લૂંટેરી દુલ્હન બાદ હની ટ્રેપનો આ કિસ્સો ચર્ચાસ્પદ થયો છે. હાલ તો પોલીસે આ સમગ્ર ઘટનામાં બે ઈસમોની ધરપકડ કરી છે જ્યારે મહિલા ફરાર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments