Homeગુર્જર નગરીસાવધાન: જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પ્રવેશ

સાવધાન: જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પ્રવેશ

Team Chabuk-Gujarat Desk: ધીમે ધીમે ડેલ્ટા પ્લસ વેરિએન્ટનાં કેસ ગુજરાતમાં આવી રહ્યા છે. સૌ પ્રથમ સુરત અને બાદમાં વડોદરામાં આ વેરિએન્ટનો કેસ જોવા મળ્યો હતો. હવે સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટે દેખા દેતા તંત્ર માથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

ગુજરાત હાલમાં જ બીજી લહેરના આક્રમણની સામે ઝઝૂમ્યું હતું. બીજી લહેરને નાથવા માટે કેવા પ્રયાસો કરવામાં આવ્યો અને જનતા કઈ હદ સુધી ત્રસ્ત થઈ તેની જાણકારી સૌને છે. એવામાં હવે ડેલ્ટા વેરિએન્ટનાં કેસો યુરોપ બાદ ભારત અને ત્યાંથી ગુજરાતમાં પણ જોવા મળતા ફરી ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતના મોટાભાગના શહેરોમાં આ વેરિએન્ટ પગપેસારો કરી ચૂક્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર એવો જિલ્લો છે જ્યાં ડેલ્ટા વેરિએન્ટનો પ્રથમ કેસ જોવા મળ્યો હોય.

આ કેસ 60 વર્ષીય વૃદ્ધાનો છે. 28મી મેના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો બાદમાં યોગ્ય સારવાર મળતા તેમને 2 જૂનના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જોકે પુનાની લેબોરેટરીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે મોકલવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે આ વૃદ્ધાની તબિયત સ્થિર છે. એમણે વેક્સિનનો એક ડોઝ લઈ લીધો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે.

જણાવી દઈએ કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ 1.617.2 સ્ટ્રેનનો મ્યૂટેન વર્ઝન છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા તેને 1.617.2 સ્ટ્રેન નામ આપવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે કોરોનાના આ ડેલ્ટા વેરિએન્ટે જ દેશમાં બીજી લહેર ઊભી કરી છે. ડેલ્ટા વેરિએન્ટનાં સંક્રમણનો દર વધારે માનવામાં આવી રહ્યો છે. જેણે ખૂબ જ ઝડપથી લોકોમાં સંક્રમણ ફેલાવ્યું અને તેમને બીમાર કર્યા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સાર્સ કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) સૂચના આપી છે કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ વર્તમાનમાં ચિંતાજનક વેરિએન્ટ (VOC) છે. જે ઝડપથી પ્રસાર કરે છે, ફેફસાની કોશિકાઓનાં રિસેપ્ટરમાં મજબૂતીથી ચોંટવાનું, મોનોક્લોનલ એન્ટીબોડી પ્રતિક્રિયામાં સંભવતી ઉણપ જેવી તેની વિશેષતાઓ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments