Team Chabuk-Gujarat Desk: ભૂત છે કે નહીં ? તેની વારંવાર વાતો થતી હોય છે. કોઈ માને છે કોઈ માનતું નથી. કોઈ પોતાનો એવો તર્ક આપે છે કે ભગવાન છે તો આસૂરી શક્તિઓ પણ છે. કોઈ નાસ્તિક વળી એવું કહે છે કે ભગવાન જ નથી તો ભૂત ક્યાંથી હોય. આ વચ્ચે ગુજરાતના આ જિલ્લામાં ભૂત આવ્યું ભૂત જેવી ફરિયાદ નોંધાઈ પણ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે કંઈક અલગ જ હકીકત સામે આવી.
ગુજરાતના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના જોટવડ ગામમાં વિચિત્ર કિસ્સો બન્યો છે. અહીં રહેનારા એક વ્યક્તિ નામે વરસંગભાઈ બારિયાએ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે જ્યારે તેઓ ખેતરમાં કામ કરતા હોય છે ત્યારે બે ભૂત તેમની પાસે આવી મારી નાખવાની ધમકી આપે છે. વારંવાર તેની પાસે આવે છે. માનસિક રૂપથી પ્રતાડિત કરે છે. જેથી તેઓ ચિંતિત છે.
જિલ્લાની પોલીસે ફરિયાદના આધારે તજવીજ હાથ ધરી તો સામે આવ્યું કે વરસંગભાઈ માનસિકરૂપથી બીમાર છે. સૌ પહેલા તો પોલીસના પગ તળેથી પણ જમીન ખસી ગઈ જ્યારે તેમને ખબર પડી કે એક વ્યક્તિ બે ભૂત વિરુદ્ધ કેસ ફાઈલ કરવા આવી છે. પોલીસ આ માટે ખેતરમાં પણ ગઈ હતી. આખરે પોલીસે પરિવારના લોકોની સાથે વાત કરી. જ્યાંથી તેમને એ માહિતી મળી કે વરસંગભાઈ માનસિક રૂપથી છેલ્લા કેટલાય સમયથી બીમાર છે.
પરિવારજનોએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે તેમને બિલકુલ ખબર નથી કે વરસંગભાઈ ક્યારે પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને ભૂત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી. જોકે પોલીસે પણ માનવતા દાખવતા વરસંગભાઈની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ નથી કરાવી. સાથે જ ખાસ મનોચિકિત્સક સાથે પરિવારનો સંપર્ક કરાવી આપ્યો છે.
આ અંગે જાંબુઘોડા પોલીસનું કહેવું છે કે, જો કોઈ ફરિયાદ લઈને આવે છે તો ફરિયાદ લેવી એ એમનું કામ છે અને તપાસ થવી પણ જોઈએ. અમને તો પહેલા જ લાગ્યું કે કાંઈક ગડબડ છે પણ સમગ્ર તપાસ કર્યા બાદ જ અમે પરિવારજનોની સાથે મુલાકાત કરી હતી. પરિવારજનોનાં કહેવા પર અમે તેમનો એક સારા મનોચિકિત્સક સાથે સંપર્ક પણ કરાવી દીધો છે.
ભૂત મારવા આવે છે તેવી ફરિયાદ દાખલ કરાવનારા વરસંગભાઈના ભાઈ મહશે બારિયાનું આ અંગે કહેવું છે કે, વરસંગભાઈ એક વર્ષથી પણ વધારે સમયથી માનસિક રીતે બીમાર છે. બીમારીના કારણે તેમની સારવાર અને દવાઓ પણ ચાલી રહી છે. જોકે છેલ્લા દસ દિવસથી તેઓ પોતાની દવાઓ નથી ખાઈ રહ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત