Team Chabuk-National Desk: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિનનો બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. વિશ્વભરમાં એ ચર્ચા પણ થઈ રહી છે કે સૌથી તાકતવર વેક્સિન કઈ છે. જેને લગાવતા શરીરમાં કોરોના સામે લડવામાં સૌથી વધારે મદદરૂપ થાય. એન્ટીબોડી પૂરતા પ્રમાણમાં બને. આ વાતનો ખુલાસો યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ યૂસીએચમાં સંક્રામક રોગ વિભાગના પ્રમુખ ડૉ.ફહીમ યૂનુસે કર્યો છે.
ડૉ.ફહીમ યૂનુસે પોતાના ટ્વીટર એકાઉન્ટથી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના સામે લડવામાં સૌથી અસરકાર એવી દુનિયાની સાત વેક્સિન કઈ છે. જેમાં તેમણે જણાવ્યું કે આ વેક્સિન છેલ્લા સ્ટેજના ટ્રાયલ બાદની ક્ષમતાને દર્શાવે છે. તેમણે એક ગ્રાફિક્સ શેર કર્યું છે. જેને સ્ટેટિસ્ટા નામની સાઈટે તૈયાર કર્યું છે. જેમાં વેક્સિનની એફિકેસી અર્થાત્ કોરોના સામે લડવાની પ્રતિકારક ક્ષમતાને લઈને દોવા કરવામાં આવી રહ્યો છે. તે વેક્સિન બનાવનારી દવાની કંપનીઓ, ધ લેસેન્ટ મેગેઝિન અને બ્યૂટેન્ટેન ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપવામાં આવ્યું છે.
ડૉ.ફહીમ યૂનુસના ટ્વવીટરના ગ્રાફિક્સમાં એસ્ટેરિક્સ માર્કની સાથે એ પણ લખવામાં આવ્યું છે કે કોરોનાના અલગ અલગ વેરિએન્ટ પર તેની એફિકેસી ઓછી કે વધારે હોય શકે છે. જેમ કે ChAdOz1 nCoV-2019 એટલે કે ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનિકાની વેક્સિન બીજા ડોઝ બાદ 90 ટકા એફિકેસી થઈ જાય છે. બીજી બાજુ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની 72 ટકા છે.
આ ટ્વીટમાં સૌથી ઓછી અસરકારકતા ચીનની કોરોનાવેક વેક્સિનની છે. જે સાતમાં ક્રમાંકે છે. જેને ચીનની દવા બનાવનારી કંપની સાઈનોવેકે તૈયાર કરી છે. તેની ક્ષમતા કોરોનાની સામે માત્ર 50 ટકાની છે. તેની ઉપર જ્હોન્સન એન્ડ જ્હોન્સનની JNJ-78436735 વેક્સિન. જેની ક્ષમતા 66 ટકા છે. આ વેક્સિન છઠ્ઠા પાયદાન પર છે.
તેની આગળનો ક્રમાંક છે ઓક્સફર્ડની એસ્ટ્રાજેનિકા વેક્સિન ChAdOz1 nCoV-2019 એટલે કે ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં નિર્માણ પામેલી કોવિશીલ્ડ. આ વેક્સિન પાંચમા નંબર પર છે. જેની ક્ષમતા 70 ટકા છે. જોકે બંને ડોઝ લેવામાં આવે તો તેની ક્ષમતા 90 ટકા થઈ જાય છે.
ચોથા નંબર પર આવે છે નોવાવેક્સ કંપનીની કોવિડ-19 વેક્સિન NVX-CoV2373. કોરોના સામે લડવાની તેની ક્ષમતા 89 ટકા છે. ત્રીજા નંબર પર રશિયાની ગામાલેયા સાઈન્ટિફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી ગેમ કોવિડ વેક સ્પુતનિક-V. કોવિડ-19 વિરુદ્ધ તેની એફિકેસી 92 ટકા છે. સ્પુતનિક-Vને ભારતમાં ડોઝ આપવાની પરવાનગી આપી દેવામાં આવી છે.
બીજા નંબર પર આવે છે મોડર્ના દવા કંપનીની Mrna-2173 કોવિડ-19 વેક્સિન. જેની કોરોના સામે લડવાની ક્ષમતા 94 ટકા છે. ભારતમાં મોડર્ના કંપનીની વેક્સિન લઈ આવવાની વાત છે ત્યાં સુધી માનવામાં આવી રહ્યું છે કે સિપ્લા દવા કંપની મોડર્ના પાસેથી વેક્સિન બનાવીને ભારતમાં ડિસ્ટ્રીબ્યુશનનો અધિકાર પ્રાપ્ત કરી લે.
પ્રથમ નંબર પર છે ફાઈઝર બાયોટેકની વેક્સિન BNT162b2. વિશ્વભરની તમામ વેક્સિનો કરતા આ વેક્સિનની કોરોના સામે લડવાની ક્ષમતા 95 ટકા છે. આ વેક્સિનના જો બંને ડોઝ લઈ લેવામાં આવે તો તમારું શરીર કોરોના સામે લડવામાં 95 ટકા કામગીરી આપશે. જોકે અલગ અલગ વેરિએન્ટ પર આ વેક્સિનની અસર કેવી રહેશે તે સંશોધન કરવાનું હજુ પણ બાકી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત