Team Chabuk-Gujarat Desk: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં 17 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ મહામારીની આ પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા 11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટ શહેરમાં બે સ્થળે ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, પાટણ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, જસદણ, તોરી, ચિત્તલ સહિત કુલ 17 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સતત 21મા વર્ષે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાનું અમૂલ્ય રક્તદાન કરીને ‘રક્તદાન એ જ મહાદાન’ના સંકલ્પને સાકાર કર્યો હતો. તમામ 17 જગ્યાએથી આશરે 5600 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી.
11 જુલાઈના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે રાજકોટ શહેરમાં બે સ્થળે શ્રી સરદાર પટેલ ભવન અને પટેલવાડી બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે, વડોદરામાં હરણી ગામના વ્રજ કોમ્પલેક્ષ અને કોઠાવ ગામના રાધાકૃષ્ણ મંદિર ખાતે, પાટણમાં જુના સિવિલ હોસ્પિટલ ખાતે, અમદાવાદમાં નિકોલના શ્રી ખોડિયાર મંદિર ખાતે, ભરૂચના છિદ્રા ગામમાં મહાદેવ મંદિર ખાતે અને જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં અલગ અલગ પાંચ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સુરતના સરથાણા વિસ્તારમાં શ્રી ખોડલધામ કાર્યાલય ખાતે, પુણાગામ ખાતે IFM માર્કેટ ખાતે, કામરેજમાં યુનિટી પબ્લિક સ્કૂલ ખાતે, યોગીચોક ખાતે આવેલ અભિષેક આર્કેડ ખાતે અને કતારગામ વિસ્તારમાં અંકુર વિદ્યાલય ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
અમરેલી જિલ્લામાં પણ ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં અમરેલી શહેરના કેરીયા રોડ પર આવેલા મહિલા સ્વામિનારાયણ મંદિર ખાતે, જશવંતગઢ, ચિત્તલ ગામ ખાતે અને તોરી ગામ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.
હાલની મહામારીની પરિસ્થિતિમાં થેલેસેમિયા સહિતના રોગના દર્દીઓને રક્તની જરૂરિયાત ઉભી થઈ રહી છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. મહામારીની આ પરિસ્થિતિમાં રક્તદાતાઓ પોતાનો માનવધર્મ સમજીને સ્વયંભૂ રક્તદાન કરવા પહોંચ્યા હતા અને મેગા બ્લડ ડોનેશન કેમ્પના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
નરેશભાઈ પટેલ વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી એ નરેશ પટેલના જીવનનો ધ્યેય છે. છેલ્લા 21 વર્ષથી સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્ય કરી રહ્યું છે. રક્ત એ રૂપિયા ખર્ચવા છતા સમયસર મળતું નથી ત્યારે જરૂરિયાતમંદ લોકોને રક્ત થકી નવજીવન મળે તેવા હેતુ સાથે નરેશ પટેલના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓનો સહકાર મળ્યો હતો. એકત્ર થયેલું રક્ત બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું.
નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, બોટાદ, અમરેલી, જામનગરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
જન્મદિવસે 10 હજાર વૃક્ષોનું વાવેતર
નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે સીમાચિન્હ સ્વરૂપી ઉજવણી થઈ હતી. સમગ્ર ગુજરાતમાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સફળતા પૂર્વક ઉછેર કરી રહેલાં અને ગુજરાતનાં સૌથી મોટાં વૃદ્ધાશ્રમ(275 વડીલો) એવાં સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ અને ગુજરાત સરકારનો ‘વન પંડિત’ એવૉર્ડ વિજેતા વિજયભાઈ ડોબરિયાનાં સથવારે આજે નરેશભાઈ પટેલે 10,000 વૃક્ષોનું વાવેતર કરી, તેમજ આગામી વર્ષોમાં મિયાવાકી જંગલ સ્વરૂપે રંગપર, વિપશ્યના તપોભૂમિ ખાતે આ વૃક્ષોનાં ઉછેરની પણ સંપૂર્ણ જવાબદારી લીધી હતી. નરેશભાઈ પટેલે આજે થોડાં વૃક્ષોનું પ્રતીકાત્મક વાવેતર પણ કર્યું હતું. આ અંગે સંપૂર્ણ તકનીકી માર્ગદર્શન નિવૃત ફોરેસ્ટ અધિકારી વરસાણી સાહેબનું પ્રાપ્ત થઈ રહ્યું છ. ઉલ્લેખનીય છે કે વરસાણી સાહેબ આ પ્રકારનાં અનેક મિયાવાકી જંગલોનાં નિર્માણમાં નિમિત્ત બન્યાં છે-બનતાં રહે છે. આ મિયાવાકી જંગલની પણ સંપૂર્ણ દેખરેખ વરસાણી સાહેબ જ કરવાનાં છે.

આ પ્રસંગે નરેશભાઈના પરિવારજનો ડો.ડાહ્યાભાઈ પટેલ, શિવરાજ નરેશભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરીયા, પ્રકાશભાઈ પીપળીયા વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આજે હજારો યુવાનોએ સમગ્ર ગુજરાતમાં રક્તદાન કરી નરેશભાઈ પટેલનાં જન્મદિનને ફૂલડે વધાવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત