Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશ માટે નવી જનસંખ્યા નીતિની જાહેરાત કરી છે. લખનઉમાં એક કાર્યક્રમ દરમ્યાન તેમણે નવી નીતિનું એલાન કરતા જણાવ્યું હતું કે વધારે જનસંખ્યા વિકાસમાં બાધારૂપ આવી રહી છે.
સીએમ યોગીએ કહ્યું કે, જનસંખ્યા નિયંત્રણ માટે વધારે પ્રયત્નો જરૂરી છે. આ સંદર્ભે જાગૃતતાની ભૂમિકા ઘણી જ મહત્વની છે. તેમણે જણાવ્યું કે જનસંખ્યા નીતિનો સંબંધ દરેક નાગરિકની સાથે છે. વધતી જનસંખ્યા ગરીબીનું કારણ છે. તેમણે જણાવ્યું હતું કે બે બાળકોની વચ્ચે પણ ગેપ હોવો જોઈએ. જો બે બાળકોની વચ્ચે ગેપ નહીં હોય તો તેમના પોષણ પર પણ અસર પડશે. સીએમ યોગીએ કહ્યું કે ગરીબી અને વધતી જનસંખ્યા એકબીજા સાથે સંલગ્ન છે.
સીએમ યોગી આદિત્યનાથે દરેક નાગરિકના જીવનમાં ખુશહાલી લાવવાનું કહી જણાવ્યું હતું કે, સમાજના વિભિન્ન તબક્કાઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ સરકાર આ જનસંખ્યા નીતિને લાગુ કરવાનું કામ કરી રહી છે. જનસંખ્યા નિતીનો સંબંધ માત્ર જનસંખ્યા સ્થિરીકરણની સાથે નથી, પણ દરેક નાગરિકના જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિનો રસ્તો એમના દ્વાર સુધી પહોંચાડવાનો પણ છે. ઉત્તર પ્રદેશમાં અત્યાધિક પ્રયાસની જરૂર છે. અમે વધતી વસતિને લઈ લોકોને જાગૃત કરીશું. શાળા અને અન્ય જગ્યાઓમાં આ અંગે જાગૃતતા ફેલાવવાનું કાર્ય હાથમાં લેવામાં આવશે.
કેવી રીતે જનસંખ્યામાં નિયંત્રણ લાવવામાં આવશે તેના વિગતવાર મુદ્દાઓ સામે રાખતા તેમણે કહ્યું હતું કે, 2021-2030 માટે પ્રસ્તાવિત નીતિના માધ્યમથી, પરિવાર નિયોજન કાર્યક્રમ અંતર્ગત, જાહેર ગર્ભ નિરોધક ઉપાયોની સુલભતાને વધારવાનું તથા સુરક્ષિત ગર્ભપાતની સમગ્રત: વ્યવસ્થા દેવાનો પ્રયાસ રહેશે. ત્યાં ઉન્નત સ્વાસ્થ્ય સુવિધાઓનાં માધ્યમથી નવજાતનું મૃત્યુદર, માતૃ મૃત્યુદરને ઓછો કરવો, નંપુસકતાથી લઈને માતૃત્વ ધારણ ન કરી શકવાની સમસ્યાનું સમાધાન લાવતા જનસંખ્યામાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે જ આ નીતિનો ઉદ્દેશ્ય 11થી 19 વર્ષના કિશોરના પોષણ, શિક્ષા અને સ્વાસ્થ્યની શ્રેષ્ઠ બનાવવા સિવાય વૃદ્ધોની સારસંભાળ માટે વ્યાપક પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવશે.
સીએમ યોગી આદિત્યનાથ પહેલા ભાજપના કેન્દ્રના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, જનસંખ્યા નિયંત્રણ દેશ એ સમયની જરૂરિયાત છે. જો ઉત્તર પ્રદેશ આ જાગૃતતાની દિશામાં કાર્ય કરી રહ્યું છે તો તેનું સ્વાગત થવું જોઈએ. તેમણે કોંગ્રેસ પાર્ટીને નિશાને લેતા કહ્યું હતું કે, એક વખત કોંગ્રેસ પાર્ટી દ્વારા ખરાબ રીતે પ્રયાસ કરવામાં આવ્યો હતો જે નિષ્ફળ રહ્યો હતો. જેથી શ્રેષ્ઠ પદ્ધતિથી લોકોને જાગૃત કરવાની દિશામાં આ પહેલ કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત