Homeગામનાં ચોરેરહસ્ય : આ તળાવનું પાણી જે કોઈ પણ પી લે છે તે...

રહસ્ય : આ તળાવનું પાણી જે કોઈ પણ પી લે છે તે જીવતું નથી બચતું

Team Chabuk-International Desk: દુનિયામાં એવા કેટલાય તળાવ છે જેના રહસ્યો આજે પણ કોઈ નથી જાણી શક્યું. આવા જ પ્રકારનું એક ખતરનાક તળાવ દક્ષિણ આફ્રિકાના લિપોંપો પ્રાંતમાં છે. જેને ફૂન્દુજી તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો આ તળાવ કૂદરતી સૌંદર્યનો ખજાનો લઈને બેઠું છે. આસપાસ લીલા વૃક્ષોથી ઘેરાયેલું અને પહાડોની વચ્ચે આવેલું આ તળાવ પોતાની અંદર એક રહસ્ય છુપાવીને બેઠું છે. એવો દાવો છે કે, આ તળાવનું પાણી જે કોઈ પણ પી લે છે તે જીવતું નથી બચતું. ટૂંક જ સમયમાં તેનું મૃત્યુ થઈ જાય છે.

સ્થાનિક લોકો મુજબ પ્રાચીન સમયમાં અહીંથી પસાર થઈ રહેલાં કોઢવાળા વ્યક્તિને સ્થાનિકોએ જમવાનું આપવાનો અને આશ્રય આપવાનો ઈનકાર કરી દીધો હતો. જે બાદ તે એ લોકોને શ્રાપ આપીને તળાવમાં ઘૂસી ગયો અને ગાયબ થઈ ગયો. એવું કહેવામાં આવે છે કે, તળાવમાં સવાર-સવારમાં ડ્રમ વાગવાનો અવાજ આવે છે. આ ઉપરાંત જાનવરો અને લોકોની ચીસો પણ સંભળાય છે. લોકોમાં એક અન્ય માન્યતા પણ છે. કેટલાક સ્થાનિક લોકોનું માનવું છે કે, પહાડોમાં રહેતો એક મોટો અજગર આ તળાવની રક્ષા કરે છે. જેને પ્રસન્ન કરવા માટે દર વર્ષે અહીં વેદા આદિવાસી એક નૃત્ય ઉત્સવનું પણ આયોજન કરે છે. આ ઉત્સવમાં કુંવારી છોકરીઓ નાચે છે.

આ તળાવનું નિર્માણ પ્રાચીન સમયમાં ભૂસ્ખલના કારણે મુટાલી નદીનો પ્રવાહ રોકાઈ જવાના કારણે થયો હતો.  હજુ સુધી એ રસ્ય અકબંધ છે કે, આ તળાવનું પાણી એકદમ ચોખ્ખુ છે તો શા માટે આવું થાય છે. આ તળાવનું પાણી પીને લોકો શા માટે મૃત્યુ પામે છે ?

આ તળાવના પાણી અંગેનું રહસ્ય જાણવા મમાટે કેટલીય વાર પ્રયત્નો થયા છે. પરંતુ દરેક વખતે તપાસકર્તાઓને નિષ્ફળતા જ હાથ લાગી છે. દાવો છે કે, 1946માં આ તળાવના પાણી અંગેનું રહસ્ય શોધવા માટે  એંડી લેવિન નામનો એક વ્યક્તિ આવ્યો હતો. તેણે ત્યાંથી પણી અને કેટલાક રોપા લીધા અને જતો રહ્યો. જો કે, અચાનક તે રસ્તો ભૂલી ગયો. આવું તેની સાથે કેટલીય વાર થયું. જ્યારે એન્ડી લેવીને તેની પાસે રહેલું પાણી અને રોપા ફેંકી દીધા ત્યારબાદ જ તેને સાચો રસ્તો મળ્યો. આ ઘટનાના એક અઠવાડિયામાં તેનું રહસ્યમય રીતે મૃત્યુ થઈ ગયું.

તળાવનું પાણી ઝેરીલું કેમ છે તે અંગે આજે પણ કોઈ જાણકારી મળી નથી. મોટાભાગના લોકો એવું પણ માને છે કે, પણી ઝેરીલું થવા પાછળ કોઈ ઝેરી ગેસનું ઉત્સર્જન હોઈ શકે. જો કે, આ અંગેના કોઈ પુરાવા મળ્યા નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments