Homeદે ઘુમા કેસિંધુએ રચ્યો ઈતિહાસ, ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડીની આવી...

સિંધુએ રચ્યો ઈતિહાસ, ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડીની આવી રહી સફર

Team Chabuk-Sports Desk: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં બીજો મેડલ આવ્યો છે. બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુએ ભારતને મેડલ અપાવ્યો છે. પી.વી.સિંધુએ બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. આજે રમાયેલા બ્રોન્ઝ મેડલ માટેના મેચમાં પી.વી.સિંધુએ વિશ્વ નંબર-9 ચીનની હે બિંગ જિયાઓને 21-13, 21-15થી હરાવી દીધી છે. વિશ્વ નંબર-7 પી.વી.સિંધુએ આ મેચ આસાનીથી જીતી લીધી હતી. સિંધુએ માત્ર 52 મિનિટમાં મેચ જીતીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને આ બીજો મેડલ મળ્યો છે. આ પહેલા મીરાબાઈ ચાનૂએ વેઈટલિફ્ટિંગના 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આજે પી.વી.સિંધુએ બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. બોક્સર લવલીના બોરગોહેન પણ 69 કિલો વેલ્ટરવેટ વર્ગમાં સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે તેથી તેનો બ્રોન્ઝ મેડલ પણ પાક્કો છે. આમ ત્રણેય મેડલ ભારતને મહિલાઓએ અપાવ્યા છે.

26 વર્ષની પી.વી. સિંધુનો ઓલિમ્પિક રમતમાં આ બીજો મેડલ છે. આ પહેલા 2016 રિયો ઓલિમ્પિકમાં સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જ પી.વી.સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી બીજી ભારતીય ખેલાડી બની ગઈ છે. આ પહેલા રેસલર સુશીલ કુમારે ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. સુશીલ કુમારે બેઈજિંગ ઓલિમ્પિક 2008માં બ્રોન્ઝ અને લંડન ઓલિમ્પિક 2012માં સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ પી.વી.સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની છે.

ઓલિમ્પિક ઈવેન્ટમાં બેડમિન્ટનમાં ભારતને કૂલ ત્રણ મેડલ મળ્યા છે. સિંધુ ઉપરાંત સાયના નહેવાલે પણ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. સાયના નહેવાલે 2012માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2016માં રિયો ઓલિમ્પિક પી.વી.સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો. હાલ ચાલી રહેલા ટોક્યો ઓલિમ્પિકમાં સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ટોક્યો ઓલિમ્પિકમાં સિંધુની સફર

2019ની વિશ્વ ચેમ્પિયન પી.વી.સિંધુની ટોક્યો ઓલિમ્પિકની સફર શાનદાર રહી. ગ્રુપ-જેમાં તે ટોપ પર રહીને સિંધુએ નોટઆઉટ માટે ક્વોલિફાઈ કર્યું હતું. 25 જુલાઈએ પ્રથમ મેચમાં સિંધુએ ઈઝરાયેલની સેનિયા પોલિકારપોવાને 21-07, 21-10થી હરાવી હતી. ત્યારબાદ અંતિમ ગ્રુપ મેચમાં સિંધુએ હોંગકોંગની ચ્યુંગ એનગાન યીને 21-09, 21-16થી મ્હાત આપી હતી. ત્યારબાદ રાઉન્ડ-16માં પી.વી.સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 21-15, 21-13થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં પણ પી.વી.સિંધુએ શાનદાર પ્રદર્શન કરીને જાપાનની અકાને યામાગુચીને 21-13, 22-20થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

સેમીફાઈનલ મેચમાં પી.વી.સિંધુની ટક્કર વિશ્વ નંબર-1 ચીની તાઈપેઈની તાઈ જૂ યિંગ સાથે થઈ હતી. જેમાં સિંધુને 18-21, 12-21થી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આથી સિંધુનું ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments