Homeગુર્જર નગરીબ્લૂ હોર્સમેન ક્લબ અને શટરફિલિયા ગૃપે જે કર્યું તેણે સૌના દિલ જીતી...

બ્લૂ હોર્સમેન ક્લબ અને શટરફિલિયા ગૃપે જે કર્યું તેણે સૌના દિલ જીતી લીધા છે

Team Chabuk-Gujarat Desk: 1 ઓગસ્ટ એટલે મિત્રતાનો દિવસ. લોકો મિત્રો સાથે આજના દિવસની ઉજવણી કરે છે. પાર્ટી કરે છે. સંગીતના તાલે ઝૂમે છે અને મિત્રો સાથે ખુબ મસ્તી કરે છે. વિતેલા દિવસોને યાદ કરે છે અને આવનારા સમયમાં મિત્રોનો ક્યારેય સાથ ન છોડવાના વાયદાઓ પણ કરે છે.  ફ્રેન્ડશીપ ડેની ઉજવણીમાં આ સામાન્ય વાતો છે.  

જો કે, અમદાવાદના બ્લૂ હોર્સમેન ક્લબ અને શટરફિલિયા ગૃપે જે કર્યું છે તે અનોખુ અને આવકારદાયક છે. કેમ કે અહીં તેમના મિત્રો બહું જ અંગત, વફાદાર અને ખાસ હતા. તેઓ બોલી કશું જ નથી શકતા પરંતુ તેમની આંખો બધુ જ બોલી દે છે. આ ઉજવણીમાં લોકો પોતાના પાતલું પ્રાણીઓને લઈને પહોંચ્યા હતા અને ફ્રેન્ડશીપ ડેને યાદગાર બનાવ્યો હતો.


પાલતું પ્રાણી સાથે ઉજવણી

બ્લૂ હોર્સમેન ક્લબ અને શટરફિલિયા ગ્રુપ દ્વારા અનોખી રીતે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્લુહોર્સમેન સંચાલિત ભાવિનસિંહ રાઘવ, પીકે ભાઈ અને ચિરાગભાઈ દ્વારા શટરફિલિયા ગ્રુપ સાથે મળીને  એક અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ. જેમાં લગભગ 60થી 70 લોકોએ પાલતું પ્રાણી અને ઘોડાઓ સાથે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણીમાં ભાગ લીધો હતો. અહીં ઘોડેસવારોએ અવનવા સ્ટન્ટ્સ કરી લોકોના દિલ જીત્યા હતા. આમ, આ ઉજવણીમાં હોર્સરાઈડિંગ, સેલ્ફી અને સેલિબ્રેશનનો ત્રિવેણીસંગમ સર્જાયો હતો.

પાલતું પ્રાણીઓ પ્રત્યે આકર્ષાયા લોકો

કોરોનાકાળ દરમિયાન ગયા વર્ષે લોકો એ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી નહીંવત કરી હતી. પણ આ વખતે સરકારની ગાઇડ લાઇન મુજબ ઉજવણી કરવામાં આવી હતી. આમ, હવે લોકો પાળતું પ્રાણી પ્રત્યે વધુ આકર્ષાયા છે. બંને ગૃપે કહ્યું કે, પહેલાં લોકોનો પાલતું પ્રાણી પ્રત્યે જે 20 ટકા ક્રેઝ હતો જે કોરોના બાદ 35 ટકાએ પહોંચ્યો છે. બ્લૂ હોર્સમેન સંચાલિત ભાવિનસિંહ રાઘવનો ઉદ્દેશ એ જ છે કે આ ક્રેઝ 35 ટકાથી પણ વધે અને લોકો હજુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દાખવતા થાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments