Team Chabuk-Gujarat Desk: સુરતના ગોડાદરાના ધ્રુવ પાર્કની નજીક આવેલી લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રાજસ્થાનના નાગૌરમાં રહેતા 27 વર્ષીય મુકેશભાઈ ધંધા રોજગારની શોધમાં ગુજરાતમાં આવ્યા હતા. છેલ્લા પંદર દિવસથી તેઓ મિત્ર નરેશ સાથે મકાનમાં ભાડે રહેતા હતા અને જય માર્કેટમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે મુકેશભાઈને ખબર નહોતી કે તેઓ તો અહીં કમાણી કરવા આવ્યા છે, તો બીજી બાજુ તેનો ભાઈ પ્રેમના ગુલ ખીલાવી રહ્યો છે. મુકેશભાઈ આ કારણે મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા. નાના ભાઈના પ્રેમ પ્રકરણમાં યુવતીના સમાજના બે યુવકોએ પહેલા તો મુકેશભાઈનું અપહરણ કર્યું હતું, ધોકા વડે માર માર્યો હતો અને ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યાંથી તેમનો માંડ માંડ છૂટકારો થયો હતો.
સુરત વેપારની દૃષ્ટીએ ગુજરાતમાં અગ્રક્રમે ચાલી રહ્યું છે. જેથી ત્યાં નોકરી ધંધો મેળવવા માટે અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવતા હોય છે. મુકેશભાઈ પણ તેમના પરિવારની સાથે અહીં આવ્યા હતા અને તેમને નોકરી મળી ગઈ હતી. જોકે તેમને ખબર નહોતી કે અહીં તેમની આવી સ્થિતિ થઈ જશે. મુકેશનો ભાઈ સીતારામ તારીખ 25 જુલાઈના રોજ એક યુવતીને ભગાડી ગયો હતો અને તેની સાથે વેવિશાળ કરી લીધા હતા. યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ તેના પરિવારજનોએ નોંધાવતા, પૂછપરછ માટે પોલીસે મુકેશભાઈને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. એ વખતે સીતારામે લગ્ન કરી લીધા હોય તેનું પ્રમાણપત્ર વોટ્સએપ પર મોકલી આપ્યું હતું.
આ ઘટના બન્યાના પાંચ દિવસ પછી એટલે ત્રીસમી જુલાઈના રોજ મુકેશભાઈ નોકરી માટે ઘરેથી જવા નીકળ્યા હતા. જ્યાં પરેશ અને દેવાંગે તેમને ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કરી લીધું હતું. અહીં તેમણે, તારો ભાઈ સમાજની છોકરીને લઈ ભાગી ગયો છે, તારી શું ઓકાત… જેવા વેણ કહી લાકડા અને ધોકા વડે તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. અહીં ફક્ત આ બે નહોતા. અન્ય પંદર લોકો હતા અને તેમણે પણ મુકેશભાઈને માર માર્યો હતો.
બાદમાં મુર્છિત હાલતમાં રહેલા મુકેશભાઈને સ્વીફ્ટ કારમાં બેસાડી લક્ષ્મી પાર્ક સોસાયટીની પાછળના ભાગે આવેલા એક્સિસ બેન્કના એટીએમના મકાનમાં પૂરી દીધા હતા. જ્યાં આ શખ્સોમાંથી એકની પાસેથી મોબાઈલ માગી મુકેશે તેના નાનાભાઈને સમગ્ર વિગત જણાવી હતી અને તેનો ભાઈ અન્ય બે લોકોની સાથે આવી તેમને મુક્ત કરાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત