Homeગુર્જર નગરીશ્રાવણ માસના બીજા સોમવારે ઘરે બેઠા કરો સોમનાથ મહાદેવના LIVE દર્શન

શ્રાવણ માસના બીજા સોમવારે ઘરે બેઠા કરો સોમનાથ મહાદેવના LIVE દર્શન

Team Chabuk-Gujarat Desk: પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. શ્રાવણ માસના સોમવારનું અનેરું મહત્વ હોય છે. ત્યારે રાજ્યભરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભોળાનાથના દર્શને મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શનનો મહિમા પણ અનોખો છે. સોમવારે સવારથી સોમનાથ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. પરંતુ કોરોના મહામારીમાં ઘરે બેઠાં દર્શન કરવાનો મહિમા વધ્યો છે. ત્યારે આજે આપણે સોમનાથ મહાદેવના ઘરે બેઠાં દર્શન કરીશું.

ભક્તો ઘરે બેઠાં સોમનાથ મહાદેવના લાઈવ દર્શન (somnath temple live darshan) કરી શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશિયલ મીડિયા પર સોમનાથ દાદાના લાઈવ દર્શન ભક્તો કરી શકે છે.

મંદિરે દર્શન માટે પાસ સિસ્ટમ

સોમનાથ મંદિરમાં દર્શન કરવા પ્રવેશ માટે મંદિર સામે જૂના પથિકાશ્રમ મેદાનમાં 4 વિન્ડો ખોલવામાં આવી છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી પાસ મેળવી શકે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં છે. આ બુકીંગ કચેરીમાં સવારે 4 વિન્ડો અને બપોરે બે વિન્ડો ખુલશે. જરૂર પ્રમાણે વધારો પણ કરાશે. જે લોકોએ દર્શન માટે ઓનલાઇન બુકીંગ કરાવ્યું હશે તેઓ પોતાની કોમ્પ્યુટર સ્લીપ અથવા મોબાઇલમાં તેઓની સ્લીપ બતાવી દર્શન માટે પ્રવેશ મેળવી શકશે.

પ્રવેશ પાસના કલર દરેક દિવસે અલગ-અલગ રહેશે. આ સાથે અડધો કલાકના સ્લોટમાં એ પાસમાં તારીખ અને સમય પણ લખાયો હશે અને ફેમીલી હોય તો એક પાસમાં પાંચ વધુમાં વધુ વ્યકિત દર્શન પાસ મેળવી શકે છે. જે લોકો બહાર ગામના હોય અને ઓનલાઇન બુકીંગ ન કરાવ્યું હોય તે લોકો સ્થાનિકેથી પાસ મેળવી શકશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અતિથીગૃહમાં ઉતરેલા ભાવિકો અતિથીગૃહ બુકીંગ ઓફિસ ખાતેથી પણ બીજા દિવસના દર્શનનો પાસ મેળવી શકશે. બુકીંગ કચેરીના મેનેજમેન્ટ માટે બે સિફટમાં સુપરવાઇઝરો ટીમો ગોઠવાઈ છે.

મહત્વનું છે કે ગઈકાલે દેશભરમાં 75માં સ્વતંત્રતા પર્વની આન-બાન-શાનથી ઉજવણી કરવામા આવી  હતી. ત્યારે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથમાં પણ દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. મંદિરમાં સાંજની આરતી દરમિયાન સોમનાથ મહાદેવને ત્રિરંગા કલરના પુષ્પો અને પાઘડીનો શણગાર કરવામા આવ્યો હતો. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોમનાથ મંદિરના સુરક્ષા વિભાગના અધિકારીઓએ હાજર રહી સલામી આપી હતી. ત્યારબાદ સાંજના સમયે મંદિરમાં થતી આરતી દરમિયાન સોમનાથ મહાદેવને કેસરી, સફેદ અને લીલા રંગના પુષ્પો અને ત્રિરંગા કલરની પાઘડીનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments