Homeગુર્જર નગરીગીર સોમનાથઃ 16 વર્ષીય સગીરે સ્ત્રીવેશ ધારણ કરી ફાંસો લગાવ્યો, ગેમનો ટાસ્ક...

ગીર સોમનાથઃ 16 વર્ષીય સગીરે સ્ત્રીવેશ ધારણ કરી ફાંસો લગાવ્યો, ગેમનો ટાસ્ક પૂરો કરવા આત્મહત્યા કર્યાનો પરિવારનો દાવો

Team Chabuk-Gujarat desk: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકામાં એક ચોંકાવનારી અને વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો બન્યો છે. ઊના તાલુકાના સાજન નગર વિસ્તારમાં એક સગીરે સ્ત્રીવેશ ધારણ કરીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારનું કહેવું છે કે, ગેમના રવાડે ચડી ટાસ્ક પૂરો કરવાની ઘેલછામાં સગીરે જીવન ટૂંકાવી લીધું છે. જો કે, હજુ સગીરની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ સમગ્ર ઘટના પરિવારે તપાસની માગણી કરી છે.

પરિવારનું માનીએ તો તરુણ નામનો તેમનો દીકરો 11 સાયન્સમા અભ્યાસ કરતો હતો. છેલ્લા કેટલાય સમયથી તે મોબાઈલમાં વધુ પડતું ધ્યાન આપતો હતો પરંતું તેઓને સપનામાં પણ નહતી ખબર કે તેમનો દીકરો આવું કોઈ પગલું ભરી લેશે. પરિવારના સભ્યએ કહ્યું કે, તરૂણે ઘરમાં અંદરથી દરવાજો બંધ કરીને સ્ત્રીવેશ ધારણ કર્યા બાદ ફાંસો લગાવી લીધો હતો. જેની પાછળનું કારણ ગેમ હોઈ શકે છે.  જો પરિવારનો દાવો સાચો છે તો આ કિસ્સો દરેક વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો છે.

આજે દુનિયા આંગળીના ટેરવા પર આવી ગઈ છે તેમાં પણ કોરોના મહામારીના કારણે શિક્ષણ પણ ઓનલાઈન થયુ છે જેથી બાળકોને ફરજિયાત મોબાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી પડી રહી છે. જો કે, બાળકો જ્યાં સુધી મોબઈલનો શિક્ષણ માટે ઉપયોગ કરી રહ્યા છે ત્યાં સુધી કોઈ નુકસાન નથી પરંતુ જો બાળકો શિક્ષણની જગ્યાએ મોબાઈલમાં ગેમ રમવી તેમજ અન્ય ઈતરપ્રવૃત્તિમાં વધુ ધ્યાન આપે છે તો તે બાળક અને વાલી બંને માટે નુકસાનકારક છે.

ઊનાની આ ઘટનામાં હજુ સુધી એ સામે નથી આવ્યું કે, સગીર કઈ ગેમ રમતો હતો. પરંતુ ભૂતકાળમાં એવા ઘણાં કિસ્સા બની ગયા છે જેમાં યુવાનો ગેમ રમી ટાસ્ક પૂરા કરવાના ચક્કરમાં પોતાનો જીવ ખોઈ બસ્યા. બ્લૂ વ્હેલ અને પોકેમોન નામની ગેમ આ માટે જવાબદાર હોવાનું સામે આવી ચુક્યુ છે. જો કે, બાદમાં આ ગેમ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આ કેમમાં યુઝરને અનવા ટાસ્ક આપવામાં આવતા હતા જેમાં, હાથમાં બ્લેડ મારવી, બિલ્ડિંગ પરથી કૂદી જવું, પોતાને ઈજા પહોંચાડવી, હાથમાં બ્લૂવ્હેલનું બ્લેડથી ચિત્ર દોરવું જેવા ટાસ્ક આપવામાં આવતા હતા.

બાળકો મોબાઈલમાં શું કરે છે કેમ ચેક કરવું ?

વાલીઓ અવારનવાર કહેતાં જોવા મળે છે કે, અમરા દીકરા કે દીકરીને મોબાઈલમાં બહું જ ખબર પડે છે. જાતે જ બધુ ચાલુ કરી દે છે અને બંધ પણ કરી દે છે. સારી વાત છે. પરંતુ બાળક મોબાઈલમાં શું કરે છે તે વાલીને પણ ખબર હોવી જોઈએ. આ ખબર રાખવા માટે વાલીઓએ બાળકોની જાસૂસી કરવાની નથી પરંતુ બાળકના મોબાઈલ ઉપયોગ પર કન્ટ્રોલ રાખવાનો છે.બાળક સાથે એવો સંબંધ કેળવવો જોઈએ જેથી તે વાલીથી ડરે નહીં પરંતુ તેને સામેથી તેની સાથે બનતી ઘટનાઓ અંગે જાણ કરે. વાલીઓએ બાળકોના વર્તન અંગે પણ ધ્યાન આપવું જોઈએ. જો બાળકના સ્વભાવમાં પરિવર્તન આવે તો તેને વિશ્વાસમાં લઈ વાત કઢાવવી જોઈએ.

બની શકે કે, તરુણ ગેમના રવાડે ચડ્યો હોય અને સામે તરુણને ટાક્સ પૂરા કરવા માટે ધમકી પણ અપાઈ હોય, ગેમ રમવામાં તરુણનું મગજ એ પ્રમાણે ડાયવર્ટ થયું હોય અને ડરમાં જ જીવન ટૂંકાવી લીધું હોય. આ અંગે વધુ તપાસ બાદ ખુલાસા થઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments