Homeગુર્જર નગરીઆ છે ગુજરાત પોલીસના રિઅલ સિંઘમ અને સિંબા, તમને પણ ગુજરાત પોલીસ...

આ છે ગુજરાત પોલીસના રિઅલ સિંઘમ અને સિંબા, તમને પણ ગુજરાત પોલીસ પર થઈ જશે ગર્વ

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ અને જામનગરને તો મેઘરાજાએ સૌથી વધુ ધમરોડ્યું છે. સોમવારે પાણીના પ્રવાહની વચ્ચે કેટલાય લોકો ફસાયા હતા જેમને બચાવવા માટે તંત્રી અલગ-અલગ ટીમ કામે લાગી હતી. NDRF, SDRF અને ભારતીય વાયુસેનાએ કેટલાય લોકોના જીવ બચાવ્યા હતા. પાણી ભરેલા સ્થળેથી આ ટીમે અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આ તમામ વાતો વચ્ચે ગુજરાત પોલીસની પણ બિરદાવવા લાયક કામગીરી સામે આવી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ રાહત અને બચાવ કામગીરીમાં પોતાના જીવના જોખમે જોડાયા હતા.

સોશિયલ મીડિયા પર રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ વિભાગના કર્મચારીઓના ફોટો તેમજ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. રાજકોટમાં સૌથી વધુ વરસાદ લોધિકામાં પડ્યો છે. લોધિકામાં બે દિવસમાં 23 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. લોધિકામાં ભારે વરસાદના કારણે બાલાજી પુલ નજીકના વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા હતા. આવી સ્થિતિમાં લોધિકાના PSI  કે.કે.જાડેજા રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. PSI કે.કે.જાડેજાનો કમરડૂબ પાણીમાંથી ઉંચકીને સલામત સ્થળે લઈ જતાં હોય તેવો ફોટો વાયરલ થયો છે.  સોશિયલ મીડિયા પર લોકો PSIની આ કામગીરીને ખુબ બિરદાવી રહ્યા છે.

આ તરફ પડધરીના PSI આર.જે.ગોહિલનો પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પણ તેજ પાણીના પ્રવાહમાં એક વૃદ્ધ મહિલાને ઉંચકીને સલામત સ્થળે જઈ રહ્યા છે. ભારે વરસાદ વચ્ચે પણ પીએસઆઈ પોતાના સ્ટાફ સાથે ગામમાં પહોંચ્યા છે અને બાળકો તેમજ વૃદ્ધોની મદદ કરી રહ્યા છે.  આ તરફ ભાયાવદરના PSI ગોજિયા પણ લોકોની મદદે પહોંચી ગયા હતા. તેઓ એક પાણીમાં ફસાયેલી એક બાઈકને પાણીમાંથી બહાર કાઢતાં નજરે પડ્યા હતા.

આ ઉપરાંત રાજકોટમના નાનામવા ફિલ્ડમાર્સલ રોડ પરનો પોલીસ જીપનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાણી ભરાવાની ફરિયાદ મળતા પોલીસની ટીમ પીસીઆર વાન લઈને પહોંચી ગઈ હતી. રસ્તામાં એટલું પાણી હતું કે, પાણી કારના બોનેટ સુધી પહોંચી ગયું હતું. હેડલાઈટ પાણીમાં ડૂબી ગઈ હતી પરંતુ પોલીસના જાંબાઝ જવાનોના મન આવી વિકટ પરિસ્થિતિમાં પણ ડગ્યા ન હતા. તેઓએ આટલા પાણીમાંથી કાર ચલાવી હતી અને લોકોની મદદે પહોંચી ગયા હતા. રાજકોટ શહેર એ ડીવિઝન પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો પણ એક વૃદ્ધને ખભે ઊંચકીને સલામત સ્થળે લઈ ગયા હતા.

ગુજરાત પોલીસની આવી કામગીરી બદલ સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓના નિષ્ઠાવાન કર્મચારીઓના ખૂબ વખાણ થઈ રહ્યા છે. લોકો તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે અને રિયલ હીરોનું બિરુદ પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે આ જ ગુજરાત પોલીસના રિઅલ સિંઘમ અને સિંબા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments