Team Chabuk-Gujarat Desk: પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓમાં પૂર તથા ઉપરવાસમાંથી પાણી આવવાથી પંચાયત માર્ગ અને મકાન વિભાગ પોરબંદર દ્વારા જિલ્લામાં જુદા જુદા ૧૯ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ભડ ચિકાસા રોડ, અમીપુર બળેજ રોડ, કડછ મંડેર રોડ, પાતાસરમાં રોડ, રાતીયા ગોગન બેટ રોડ, નેરાણા છત્રાવા રોડ, એરડા પાદરડી રોડ, જાંબુ પાદરડી રોડ, ગોસા-મોકર-બાપોદર- કંડોરણા રોડ, કોયાણા -જાંબુ- કેરાળા-બપોદર રોડ, સેગરસ છત્રાવા રોડ, જમરા છત્રાવા રોડ, છત્રાવા મહિયારી રોડ, મહિયારી ધરસણ, મહિયારી બળેજ રોડ, ધરસણ રેવદ્ર કદેગી રોડ, ઘરસણ ગઢવાણા સમેગા રોડ, દેસિગા મોડદર રોડ, કંટ્રોલ એપ્રોચ રોડ હાલ વધુ વરસાદના કારણે બંધ કરાયા છે. જે ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થયા બાદ સંભવીત તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ રસ્તો ખોલવામાં આવશે.
પોરબંદર જિલ્લામાં તથા ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અસરગ્રસ્ત ગ્રામલોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. કુતિયાણા તાલુકાના ગરેજ ગામના અસરગ્રસ્તોને આશ્રયસ્થાનમાં ખસેડીને તેઓને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં તથા ઉપરવાસમાં પડેલા વરસાદનાં કારણે નિચાણવાળા તથા અસરગ્રસ્ત લોકોને જિલ્લા વહિવટી તંત્ર દ્રારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કુતિયાણા તાલુકામાંથી ૨૮૫, પોરબંદર તાલુકામાંથી ૫૪૪ તથા રાણાવાવ તાલુકામાંથી ૧૩૪ લોકો એમ સમગ્ર જિલ્લામાંથી ૯૬૪ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત