Team Chabuk-Gujarat Desk: જો તમે તમારા ધંધા-વ્યવસાયનું સરનામું ગૂગલ મેપ પર અપડેટ કર્યું છે તો તમારા માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે. કારણ કે ગૂગલ મેપ દ્વાર તમારી દુકાનો પર માત્ર ગ્રાહકો જ નહીં ચોર પણ પહોંચી શકે છે. ગુજરાતમાં એક એવી ગેંગ સક્રીય થઈ છે જે ધંધા-વ્યવસાયનું સરનામું ગૂગલ મેપ પરથી શોધે છે અને પછી તેના પરથી ટાર્ગેટ નકકી કરે છે. એટલું જ નહીં તકનો લાભ લઈને આ ટોળકી હાથફેરો પણ કરી લે છે.
સુરતમાંથી આવી હાઈટેક ચોર ટોળકી પોલીસના સકંજામાં આવી છે. હાઈટેક ટોળકી સુરતમાં માત્ર ટોબેકોની દુકાનમાં ચોરી કરતી હતી. ચોરી કરવા માટે પહેલાં તેઓ ગૂગલ મેપની મદદથી મોટી ટોબેકોની દુકાનો અંગે માહિતી મેળવતા અને ત્યારબાદ ત્યાં જઈને રેકી કરતાં. એટલું જ નહીં જ્યારે દુકાન બંધ હોય ત્યારે તેના તાળાના ફોટા પાડી લેતા અને તેના પરથી નકલી ચાવી બનાવતા. આમ, સમગ્ર પ્લાન ઘડીને તેઓ ટોબેકોની દુકાનમાંથી ચોરીને અંજામ આપતા.
આ ગેંગના સભ્યો મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. હાઈટેક ચોર ટોળકીની પૂછપરછમાં તાજેતરમાં જ સુરતના ડિંડોલી વિસ્તારમાં ટોબેકોની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અહીં 1.86 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. ઝડપાયેલી ટોળકીમાં બે શખ્સો સહેરના લાલગેટ વિસ્તારમાં થયેલી 31.89 લાખની કાજુની ચોરીમાં પણ વોન્ટેડ હોવાનો ખુલાસો થયો છે.
ગત 8 તારીખે ડિંડોલી સાંઈ કોમ્પ્લેક્ષમાં આવેલા સાંઈનાથ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર્સમાં ચોરી થઈ હતી. તસ્કરો દુકાનમાંથી અલગ અલગ કંપનીના તંબાકુ, પાન મસાલા, બીડી ,સિગારેટ સહિત કુલ 1 લાખ 86 હજાર 965 રૂપિયાની કિંમતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા ક્રાઈમબ્રાંચની ટીમ સતર્ક થઈ ગી હતી અને તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ બાતમીના આધારે પોલીસે જગદીશકુમાર પારસમલાલી, ગૌતમકુમાર ભવરસિંહ રાજપુરોહિત તેમજ શિવકુમાર ઉર્ફે મનીષ ફૂલચંદ કુસ્વાહ નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની આકરી પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું છે કે તેમણે જ ચોરીને અંજામ આપ્યો છે.
પોલીસની તપાસમાં આરોપીએ કબૂલ્યું છે કે, શિવકુમાર ઉર્ફે મનીષ ગૂગલ મેપ પરથી લોકેશન મેળવતો હતો. ત્યારબાદ તે જગ્યાએ રેકી કરવામાં આવતી હતી અને તે જ શટરના તાળાના ફોટા પાડવાનું કામ કરતો હતો. ત્યારબાદ ફોટાના આધારે ડુપ્લીકેટ ચાવી તૈયાર કરવામાં આવતી. હાલ પોલીસે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. પોલીસ તપાસમાં શહેરમાં થયેલી અન્ય ચોરીનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે આ ઉપરાંત આરોપીઓના અન્ય સાથીઓના નામ પણ ખુલી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત