Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ શહેરના ગીતા મંદિર વિસ્તારમાં રહેતાં એક યુવાને PSIના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું છે. યુવકની આત્મહત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ યુવકે સ્યૂસાઈડ નોટમાં PSIના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરતાં પોલીસે આ દિશામાં તપાસ આગળ વધારી છે.
સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેરના ગીતા મંદિર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ રેવર નામના યુવકે ગઈકાલે સાંજે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું છે. આત્મહત્યા અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં તેની પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આની હતી. મૃતકે સ્યૂસાઈડ નોટમાં બીગ બજાર ચોકીના PSI ગોહિલ અને તેમની દુકાનના પાડોશી જયેન્દ્ર નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે અને બન્ને વ્યક્તિઓ વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનું લખવામાં આવ્યું છે. આમ, PSI ગોહિલ અને તેમની દુકાનના પાડોશી જયેન્દ્ર ભાઈના માનસિક ત્રાસથી ગેમજીભાઈએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
સ્યૂસાઈડ નોટમાં શું લખવામાં આવ્યું છે ?
મૃતક પ્રેમજીભાઈ રેવર પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે, અમારી સાથે ખૂબ જ અન્યાય થયો છે. અમારી દુકાનની પાછળ જયેન્દ્ર કોસ્ટી અને બીગ બજારના ગોહિલ સાહેબ બન્ને મળીને અમારી ઉપર ખોટા કેસ કરીને ખોટી એફ.આઈ.આર કરીને અમને દબાણ કરે છે અને PSI ગોહિલ સાહેબ અમારું કાંઈ સાંભળતા નથી. આ બન્ને જણાએ એમને ખૂબ ત્રાસ આપ્યો છે. જેથી અમે આ આત્મહત્યાનું પગલું ભરેલ છે અને અમારું મરવાનુ કારણ આ બે જણા છે. જયેન્દ્ર કુમાર અમને એક તુચ્છ વ્યક્તિ ગણે છે. PSI ગોહિલને કોઈપણ રજૂઆત કરીએ તો ઉલ્ટાનું અમોને દબાણ કરે છે અને કહે છે કે, તમો વધારે પડતું બોલશો તો તમને જેલમાં પૂરી દઈશ. આવી રીતે અમને ટોર્ચર કરે છે અને માનસિક હેરાન કરે છે. જયેન્દ્રના મકાન પાછળ અમારી મરજીની જગ્યામાં પાકો સ્લેબ ધાબુ ભરાવી રાખેલ છે. અમો એ કહ્યું છતાં અમારું કાંઇપણ સાંભળેલ નથી.

આ ઉપરાંત મૃતકે જયેન્દ્ર નામના વ્યક્તિએ તેઓને જાતિ વિષયક અપશબ્દો કહીને અપમાનિત કર્યા હોવાનો ઉલ્લેખ પણ સ્યૂસાઈડ નોટમાં કર્યો છે. PSI ગોહિલે જયેન્દ્ર સાથે ચાલી રહેલા કેસની પતાવટ માટે મૃતક પાસેથી 50 હજાર રૂપિયા માંગ્યા હોવાનો પણ ઉલ્લેખ સ્યૂસાઈડ નોટમાં કરવામાં આવ્યો છે. PSI ગોહિલે એમ પણ કહ્યું હતું કે, આ એફ.આઈ.આરની ચાર્જશીટ મારે બનાવવાની છે. એવી ચાર્જશીટ બનાવીશ કે કોઈ વકીલ કે જજ તને નહીં બચાવી શકે, આ બધું મારા હાથમાં છે. એટલું સમજી લેજો તમારે બચવું હોય તો રૂપિયા આપવા પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત