Homeગામનાં ચોરેઅમેરિકાના સૈન્ય પ્રમુખનો ઘટસ્ફોટ: ચૂંટણીમાં પરાજય ભાળી જતા ટ્રમ્પ ચીન સાથે યુદ્ધ...

અમેરિકાના સૈન્ય પ્રમુખનો ઘટસ્ફોટ: ચૂંટણીમાં પરાજય ભાળી જતા ટ્રમ્પ ચીન સાથે યુદ્ધ કરી બેસવાના હતા

Team Chabuk-International Desk: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ તો તેમના પરાજયની સાથે ક્યારનો પૂરો થઈ ગયો છે પણ હજુ કોઈ કોઈ વખત તેમનો વિવાદ સપાટી પર આવતો રહે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમ્યાન ચીનની સાથેના સંબંધોમાં એટલી ખટાશ ઉમેરાઈ હતી કે અમેરિકાના સૈન્ય પ્રમુખને યુદ્ધનું બ્યૂંગલ ફુંકાઈ જશે એવો ડર લાગી રહ્યો હતો.

ટોપ યુએસ જનરલ માર્ક મિલીને એ ડર હતો કે ચૂંટણીમાં પોતાના પરાજયને જોતા ટ્રમ્પ ક્યાંક ચીન સાથે યુદ્ધ પર ઉતરી ન આવે. અફરા-તફરીના આ માહોલમાં પીપલ્સ લિબરેશન આર્મીના જનરલ લી ઝુઓચેંગને અમેરિકી ચૂંટણીના ચાર દિવસ પૂર્વે એટલે કે 30 ઓક્ટોબર 2020ના રોજ ફોન કોલ કરી રાહત આપવી પડી હતી.

ફોન કોલ દરમ્યાન મિલીએ લીને ભરોસો આપતા કહ્યું હતું કે, અમેરિકા સ્થિર છે અને તે ચીન પર કોઈ પણ પ્રકારનો હુમલો નહીં કરે. તેણે એમ પણ કહ્યું હતું કે, જો કોઈ હુમલો થશે તો એ પોતાના સમકક્ષ કોઈને સમય રહેતા સાવધાન કરી દેશે. આ અહેવાલ પત્રકાર બોબ વુડવર્ડ અને રોબર્ટ કોસ્ટાની નવી પ્રકાશિત થયેલી પુસ્તક પેરિલ પર આધારિત છે. જેના અંગે કહેવામાં આવ્યું છે કે 200થી વધારે સંદર્ભ સૂત્રોના આધારથી પુસ્તક લખવામાં આવ્યું છે અને આગામી અઠવાડિયામાં તે માર્કેટમાં આવી જશે.

જોકે ટ્રમ્પે પોતાના એક નિવેદનમાં આ ઘટનાને પાયાવિહોણી વાર્તા કહી નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે, જો આ વાર્તા સાચી છે તો જનરલ મિલી પર દેશદ્રોહનો મુકદ્દમો ચાલવો જોઈએ. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, તેમણે કોઈ દિવસ ચીન પર હુમલો કરવા અંગે નથી વિચાર્યું. બીજી બાજુ જનરલ મિલીની ઓફિસ દ્વારા આ નિવેદન પર કોઈ પણ પ્રકારનું પ્રત્યુતર આવ્યું નથી.

રિપબ્લિકન પાર્ટીના સીનેટર માર્કો રુબિયોએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને પત્ર લખીને મિલીને તુરંત તેના પદ પરથી હટાવવાનું નિવેદન કર્યું છે. રુબિયોએ લખ્યું છે કે, મને તમને એ જણાવવાની આવશ્યકતા નથી કે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ દ્વારા અમેરિકાના સૈન્ય અભિયાનોની જાણકારી લીક થવાથી શું ખતરો આવી શકે છે. પણ હું એ વાત કહીશ કે આ પ્રકારની રાષ્ટ્રપતિ અંગેની વાતચીત કરવી એ આ રાષ્ટ્રની રાષ્ટ્રીય શક્તિને નબળી પાડી દે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments