Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ પડતર પ્રશ્નોને લઈને આ તારીખે એસટી બસના પૈડા થંભાવી દેવાની ચીમકી

સુરેન્દ્રનગરઃ પડતર પ્રશ્નોને લઈને આ તારીખે એસટી બસના પૈડા થંભાવી દેવાની ચીમકી

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી બસના ત્રણ સંગઠનો એસટીના ખાનગીકરણ અને અન્ય વિવિધ માંગણીઓને લઈને લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ખાનગીકરણ અને વિવિધ માંગણીઓને લઈને આગામી 23 સપ્ટેમ્બરે જિલ્લાભરની 160થી વધુ એસટી બસના પૈડા થંભી જાય તો નવાઈ નહીં. સમગ્ર ગુજરાતભરમાં એસટી નિગમના ત્રણેય સંગઠનો વિવિધ માંગણીઓ અને એસટીના ખાનગીકરણને લઈને લડાયક મૂડમાં આવી ગયા છે અને આગામી સમયમાં હડતાલની ચીમકી ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ એસટી વિભાગ દ્વારા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલા ડેપોમાંથી એસટી બસો દોડાવીને સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કર્મચારીઓને છેલ્લા લાંબા સમયથી નહી મળેલુ મોંઘવારી ભથ્થુ, 7માં પગારપંચનો ત્રીજો હપ્તો, ડ્રાઇવર-કંડકટરને વર્ગ-3માં લઈ 1900 ગ્રેડ પે મુજબ તેઓને પગાર ભથ્થા ચૂકાવવા, વારસદારના કર્મીઓના બાળકોને સમાવવા, હાલ એસટીની ખાનગીકરણ સહિત 23 જેટલી માંગણીઓને લઈને જિલ્લાના એસટીના ભારતીય મજદુર સંઘ, કર્મચારી મંડળ તેમજ વર્કસ ફેડરેશન એમ એસટીના માન્ય ત્રણેય યુનિયનો દ્વારા હડતાલની ચીમકી આપવામાં આવી છે.

ધ્રાંગધ્રા એસટી ડેપોના ત્રણેય સંગઠનો દ્વારા કર્મચારીઓના લાબા સમયથી વિવિધ પડતર પ્રશ્નોને વિવિધ પ્રકારની માંગણીઓ કર્મચારીઓ હક્ક આપવા, પગાર વધારવા સહિતની 18 માગણીઓને લઈને ડેપો મેનેજર ધ્રાંગધ્રાને આવેદન પત્ર આપ્યું હતું. આ મામલે ઝડપથી નિર્ણય નહીં લેવામાં આવે તો હડતાળ પાડવાની ફરજ પડશે તેવું સંગઠનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments