Homeગુર્જર નગરીનવા મુખ્યમંત્રીને શેનું વ્યસન છે ?

નવા મુખ્યમંત્રીને શેનું વ્યસન છે ?

Team Chabuk-Gujarat Desk: વિજયભાઈ રૂપાણી પછી રાજ્યના સત્તરમાં મુખ્યપ્રધાન તરીકે શપથ લેનારા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ અને કારણોસર ચર્ચામાં છે. આનંદીબહેનના નજીકના હોવાની વાત થઈ રહી છે. જ્યાંથી આનંદીબહેન ચૂંટણી લડતા હતા ત્યાંથી જ રેકોર્ડબ્રેક મત સાથે વિજય પામ્યા છે. સ્વચ્છ છબિ ધરાવે છે. લોકપ્રિયતાના માળખામાં નામની પસંદગી થઈ ત્યાં સુધી તો ફીટ નથી બેસતા.

સરળ સ્વભાવ સાથે લાંબા સમય બાદ ગુજરાતની જનતાને કોઈ એવો મુખ્યમંત્રી મળ્યો છે જે ફોર્મલ વસ્ત્રો પહેરે છે. પરંપરાગત નેતાઓ જેવો કૂર્તો નહીં. એવામાં ગુજરાતના નવનિર્મિત મુખ્યમંત્રીની એક તસવીર વાઈરલ થઈ અને લોકો કહેવા લાગ્યા કે મુખ્યમંત્રીને કંઈક તો ખાવાનું વ્યસન છે. ગુજરાતના મુખ્યમંત્રીને સાદું પાન ખાવાનો શોખ છે.

પાન કે માવો જે હોય તે એવી વસ્તુ છે કે કોઈ એકના હાથનો ખાવ અને ગમી જાય તો ત્યાંથી જ લો. મુખ્યમંત્રીએ પણ નવરંગપુરાના યુનિવર્સિટીના વિસ્તારમાં આવેલ વિકાસ પાન પાર્લર પરથી પાન ખાવાની શરૂઆત કરી હતી. આજે પણ મુખ્યમંત્રી અહીંથી સાદું પાન લઈ ખાય છે. હવે તો તેઓ ધારાસભ્ય હોવાથી આવી નથી શકતા એટલે તેમને પાન પાર્સલ કરીને દુકાનદાર મોકલે છે. જ્યારે નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેશનના પદ પર હતા ત્યારે તેઓ ખૂદ મિત્રો સાથે અહીં આવતા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments