Team Chabuk-Gujarat Desk: દારૂબંધીની જેમ કુટણખાનાના દૂષણે પણ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. અવારનવાર કુટણખાનું ઝડપાયાની ખબરો અખબાર અને ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા જાણવા મળી જાય છે. સુરતના પીપલોદમાં પણ સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાના ગોરખધંધાનો ઉમરા પોલીસે રેડી પાડી પર્દાફાશ કર્યો છે અને ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે. અહીં પોલીસે થાઈલેન્ડની ત્રણ યુવતી સહિત સાત યુવતીને મુક્ત કરાવી હતી. અન્ય ચાર યુવતીઓ ભારતના અલગ અલગ રાજ્યમાંથી આવી હતી જ્યારે થાઈલેન્ડની યુવતીઓ વીઝા પર આવી હતી.
રવિવારના રજાના દિવસે પોલીસને બાતમી મળી હતી કે, પીપલોદમાં આવેલ સેન્ટ્રલ મોલની સામે SNS સીનર્જી બિલ્ડીંગમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું છે. પોલીસ ત્યાં પહોંચી હતી અને યુવતીઓને છોડાવી હતી. બીજી બાજુ આ કૂટણખાનાનો દોરી સંચાર જેના હાથમાં છે તેવા પ્રમોદકુમાર યાદવ સહિત સંજય અને સાગરની ધરપકડ કરી લીધી હતી. પ્રમોદ કુટણખાનું ચલાવતો હતો જ્યારે સંજય અને સાગર ત્યાં ગ્રાહક હતા. પોલીસે ત્યાંથી 7720 રોકડા અને 4 કોન્ડોમ કબજે કર્યાં છે.
કુટણખાનું ચલાવનારો પ્રમોદ ગ્રાહકોની પાસેથી કુલ બે હજાર રૂપિયા લેતો હતો. જેમાંથી એક હજાર પ્રમોદ પોતાના ખિસ્સામાં નાખી દેતો હતો, તો એક હજાર છોકરીઓને આપતો હતો. અહીં મળી આવેલી છોકરીઓમાં ત્રણ થાઈલેન્ડની છે જ્યારે અન્ય ચાર યુવતીઓ ભારતના અલગ અલગ રાજ્યની છે. પોલીસે યુવતીઓને જવાબ લખાવી જવા દીધી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત