Homeદે ઘુમા કેઆઈપીએલમાં વધુ બે ટીમની એન્ટ્રીઃ અમદાવાદ અને લખનઉની ટીમ આવતી આઈપીએલમાં રમશે

આઈપીએલમાં વધુ બે ટીમની એન્ટ્રીઃ અમદાવાદ અને લખનઉની ટીમ આવતી આઈપીએલમાં રમશે

Team Chabuk-Sports Desk: આગામી આઈપીએલમાં આઠ નહીં પણ દસ ટીમો વચ્ચે જંગ જોવા મળશે. ઈન્ડિયન પ્રિમિયર લીગની નવી બે ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ બે નવી ટીમોમાં અમદાવાદ અને લખનઉની ટીમની એન્ટ્રી થઈ છે. અમદાવાદની ટીમને 7090 કરોડમાં સીવીસી કેપિટલ પાર્ટનર્સે ખરીદી છે. તો લખનઉની ટીમની બીડ RPSG ગ્રુપે જીતી લીધી છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલની આગામી સિઝનમાં વધુ બે ટીમનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. તે માટે બીડ મંગાવવામાં આવી હતી. અનેક કંપનીઓએ બીડ ભરી હતી. અમદાવાદની ટીમ ખરીદવા માટે અદાણી ગ્રુપ પણ સૌથી આગળ હતું. પરંતુ અંતે અમેરિકી સ્થિત સીવીસી કેપિટલ પાર્ટનર્સે સૌથી વધુ બોલી લગાવીને અમદાવાદની ટીમને ખરીદી લીધી છે. તો RPSG ગ્રુપ જે આ પહેલા આઈપીએલમાં પુણે સુપરજાયન્ટ્સનું સંચાલન કરી ચુક્યું છે તેણે લખનઉની ટીમ ખરીદી છે. 

10 ટીમો વચ્ચે જામશે જંગ

આઈપીએલની આગામી એટલે કે 15મી સિઝનથી 10 ટીમ મેદાનમાં જોવા મળશે. આ પહેલા પણ 2011ની સિઝનમાં 10 ટીમ રમી ચુકી છે. હવે આઈપીએલમાં મેચોની સંખ્યા પણ વધવાની છે. બીસીસીઆઈ આગામી દિવસોમાં હરાજીની જાહેરાત કરશે. આ સાથે કઈ ટીમ કેટલા ખેલાડીઓ રિટેન કરી શકે તેની પણ જાહેરાત થવાની છે. 

આવતા વર્ષે IPL 2022ની શરૂઆત પહેલાં મેગા ઓક્શન યોજાવાની છે. આ હરાજી પહેલા આઈપીએલની તમામ ટીમો પોતાની સાથે માત્ર 3 ખેલાડીઓને જ રાખી શકશે. આ સ્થિતિમાં તમામ ટીમોમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે.

આઈપીએલમાં ગુજરાતીની એક ટીમ હોય તેવી લાગણી દરેક ક્રિકેટ પ્રેમી ગુજરાતીઓની હતી. છેલ્લે આઈપીએલની સાતમી સિઝનમાં ગુજરાત લાયન્સ નામની ટીમ હતી. ત્યારબાદ કોઈ ગુજરાતની ટીમ આઈપીએલમાં રમી નથી. ત્યારે હવે અમદાવાદ શહેરની ટીમ જાહેર થતાં ક્રિકેટ રસિકોમાં ખુશી જોવા મળી રહી છે.

હાલમાં આઈપીએલમાં 8 ટીમ

હાલમાં આઈપીએલમાં 8 ટીમો રમી રહી છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments