Homeગુર્જર નગરીવડોદરા: પોલીસે આત્મહત્યા કરી રહેલી યુવતીને સમયસૂચકતા વાપરી બચાવી, નહીંતર આજ ત્રણ...

વડોદરા: પોલીસે આત્મહત્યા કરી રહેલી યુવતીને સમયસૂચકતા વાપરી બચાવી, નહીંતર આજ ત્રણ જીવ મૃત્યુ પામત

Team Chabuk-Gujarat Desk: વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આત્મહત્યાનો હાઈ વોલ્ટેજ ડ્રામા ક્રિએટ થયો હતો. જેમાં પોલીસે સમયસૂચકતા વાપરીને ગમે તે ભોગે પરિણીત પ્રેમિકાનો જીવ બચાવી લીધો હતો, પણ એ પહેલા હોટલની બારીમાંથી છલાંગ લગાવી મોતને મીઠું કરનારા પરિણીત પ્રેમીનું મોત થયું હતું. એ પછી તેની પ્રેમિકા પણ છલાંગ લગાવવાની તૈયારીમાં જ હતી ત્યાં પોલીસે તેને સમજાવીને રોકી લીધી હતી. જેથી એક જિંદગી બચાવવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી. પોલીસે એક નહીં પણ બે-બે જીવ બચાવ્યો એમ કહી શકાય, કારણ કે આ યુવતી ગર્ભવતી છે.

સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અમીટી હોટલમાં સુરતના પરિણીત પ્રેમી પંખીડા રોકાયા હતા. બંને પરણિત છે. જેમાંથી શરદનું હોટલ પરથી પડી જવાથી મૃત્યુ થયું છે. પોતાની પત્ની ગાયબ હોય આ વિશે યુવતીના પતિએ પોલીસમાં અરજી કરી હતી. સુરત પોલીસે પરિણીત યુવતીની શોધખોળ આદરી હતી અને તેમને લોકેશન વડોદરાનું મળ્યું હતું. પોલીસ ત્યાં પહોંચી હતી, પણ હોટલના સંચાલકો દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. આ અંગેની જાણ તેમણે સયાજીગંજ પોલીસ સ્ટેશનને કરી દીધી હતી.

વડોદરા અને સુરત પોલીસ બંને સાથે અહીં પહોંચી હતી. તેમણે દરવાજો ખખડાવતા પરિણીતાને જાણ થઈ ગઈ હતી અને તે જોરજોરથી રાડો પાડવા લાગી હતી. દરવાજો ન ખૂલતા પોલીસે માસ્ટર કીની મદદથી દરવાજો ખોલ્યો હતો, પણ અંદરથી મારવામાં આવેલો મિજાગરો ખૂલ્યો ન હતો. પોલીસે હોટલની નીચે જઈ બેઉં પરિણીત પ્રેમીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શરદે મોતની છલાંગ લગાવતા તેનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રેમીએ જે કર્યું તેમ તેની પ્રેમિકા પણ કરવા જઈ રહી હતી. આ સમયે પોલીસે મામલો પોતાના હાથમાં લીધો હતો અને શાંતિપૂર્વક યુવતીને સમજાવી હતી. પોલીસ જ્યારે સમજાવી રહી છે તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ યુવતીને બહેન તરીકે સંબોધે છે અને તેના પેટમાં રહેલા જીવની યાદ અપાવે છે. એ બાળકનો શું વાંક કહી પોલીસ તેને આશ્વાસન આપે છે.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments