Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી મનિષાબેન વકીલના અધ્યક્ષ સ્થાને વડોદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા શહેરમાં ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગ ની વિવિધ યોજનાઓ હેઠળ ભિક્ષુકોને આવરી લઈ તેમનું જીવન બહેતર બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા લોકોને સમાજ સુરક્ષા તથા પોલીસ વિભાગ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવશે અને રાઉન્ડઅપ કર્યા બાદ તેમને આશ્રય સ્થાનો પર ખસેડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલે જણાવ્યું કે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નિયત કરાયેલ આ આશ્રય સ્થાનો ઉપર ભિક્ષુકોને રાખ્યા બાદ ત્યાં તેમને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની કેળવણી આપવામાં આવશે. તે બાદ આવા ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈ યુનિક આઇ. ડી. નંબર આપી પગભર થવા યોજનાઓનો લાભ અપાશે. પગભર થયા બાદ ભિક્ષુકોને આવાસોમાં સ્થાયી કરાશે.તેમને આત્મ નિર્ભર અને સમાજ સ્થાપિત કરવા કૌશલ્યોની તાલીમ આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે હાલમાં વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ૭૦ વ્યક્તિની ક્ષમતાવાળું ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર છે.રાજ્યના મેટ્રો શહેરોમાં આવેલા આવા કેન્દ્રોના નવીનીકરણ નુ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આવા ભિક્ષુકો જો બહારથી આવતા હોય તો તેમને તેમના વતનમાં પરત મોકલાશે. અને જો પગભર થયેલા ભિક્ષુકો ફરી ભિક્ષા વૃત્તિ કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં મેયર કેયુર રોકડીયા, સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડીયા, મ્યુનિ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ, સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત