Homeદે ઘુમા કેએકસૂત્રતાનો અભાવ: ભારતની ટીમમાં જેટલા ખેલાડીઓ છે તેમાંથી મોટાભાગના સાત મહિના પછી...

એકસૂત્રતાનો અભાવ: ભારતની ટીમમાં જેટલા ખેલાડીઓ છે તેમાંથી મોટાભાગના સાત મહિના પછી એક સાથે રમી રહ્યા છે

Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલા પરાજય બાદ ભારતીય ટીમની બોડી લેંગ્વેજ અને માઈન્ડ સેટ પર સવાલો ઉઠવા લાગ્યા છે. કેટલાય ફેન્સ સોશિયલ મીડિયા પર દોષનો ટોપલો બેટર્સ પર ઢોળી રહ્યા છે. કેટલાક એમ કહે છે કે, મહત્વના મેચમાં બેટીંગ ક્રમમાં ફેરફાર કરવો એ હાર માટે પાયાનું કારણ છે. પરાજયના અસંખ્ય કારણોમાંથી એક કારણ એ સામે આવી રહ્યું છે કે ટીમના ખેલાડીઓમાં એકસૂત્રતાનો અભાવ જોવા મળ્યો હતો. ભારતની વર્તમાન ટીમમાં સામેલ મોટાભાગના ખેલાડીઓ સાત મહિના બાદ એક સાથે ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય રમી રહ્યા હતા.

ભારતીય ટીમ સંપૂર્ણ તાકાત સાથે માર્ચ મહિનામાં રમી હતી. જ્યારે તેણે ઈંગ્લેન્ડને હોમગ્રાઉન્ડ પર પરાજય આપ્યો હતો. એ ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ભુવનેશ્વર કુમાર, કે.એલ.રાહુલ, ઋષભ પંત, યુઝવેન્દ્ર ચહલ, શિખર ધવન સહિતના સીનિયર ખેલાડીઓ હતા. એ પછી ટીમ એક પણ આંતરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ટૂર્નામેન્ટ પૂરી મજબૂતીથી રમી નથી.

ભારતીય ટીમ માર્ચ મહિનામાં ઈંગ્લેન્ડની વિરૂદ્ધ સીરીઝ બાદ માત્ર જુલાઈમાં શ્રીલંકાની વિરૂદ્ધ ટી ટ્વેન્ટી રમી હતી. જેમાં કોહલી, રોહિત, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઋષભ પંત, કે.એલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, અશ્વીન અને શાર્દુલ ઠાકુર સહિતના એક પણ ખેલાડી નહોતા. આ તમામ ખેલાડીઓ ઈંગ્લેન્ડના પ્રવાસ પર હતા. શ્રીલંકા સામેની ટી ટ્વેન્ટી સીરીઝમાં હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદ અને વરુણ ચક્રવર્તી રમી રહ્યા હતા.

આ સિરીઝ પછી ટીમ ઈન્ડિયાએ કોઈ ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય સીરીઝ નથી રમી. ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલા ખેલાડીઓને એક ટેસ્ટ મેચ છોડી યુએઈમાં આઈપીએલ રમવા પરત ફરવું પડ્યું હતું. આઈપીએલ પછી તુરંત ટી ટ્વેન્ટી વિશ્વકપ. ટી ટ્વેન્ટીમાં બે વોર્મઅપ મેચ રમ્યા હતા. ટીમ ઈન્ડિયાથી અહીંયા ચૂક થઈ હતી અને ખેલાડીઓ એકજૂટ નહોતા રહી શક્યા. એવું એટલા માટે કે ભારતીય ખેલાડીઓ અને કેપ્ટન વિરાટ કોહલીને તેની મજબૂતીનો ખ્યાલ જ નહોતો આવ્યો.

બીજી બાજુ વિરોધી ટીમ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાને ઘણી ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમણે પોતાના ખેલાડીઓનું પરિક્ષણ કર્યું હતું. તેણે પરખ કરી કે કયા બેટરને ક્યાં રમાડવો છે અને કયા બોલરને તક આપવાની છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાને ટીમ બનાવી અને વિશ્વકપમાં એ ખેલાડીઓએ પ્રદર્શન પણ અપેક્ષા મુજબનું જ કર્યું. કહી શકાય કે ભારતીય ટીમે આઈપીએલના અનુભવ અને મોટા ચહેરાઓ ઉપરથી કેટલાક ખેલાડીઓની પસંદગી કરી છે. જેઓ આઈપીએલમાં સામ સામેની ટીમમાં હતા એકમાં નહીં.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments