Team Chabuk-Sperts Desk: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) ની સેમિફાઇનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઇનકાર કર્યો છે. ગુરુવારે યોજાનારી આ મેચ હવે રદ થઈ ગઈ છે. ભારતીય ટીમે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાકિસ્તાન સામે કોઈપણ પ્રકારની મેચ રમવા માંગતા નથી. અગાઉ પણ, ગ્રુપ સ્ટેજની ભારત-પાકિસ્તાન મેચ ખેલાડીઓ અને ટુર્નામેન્ટના એક મુખ્ય પ્રાયોજક, EaseMyTrip ના વિરોધને કારણે રદ કરવામાં આવી હતી.
EaseMyTrip ના સહ-સ્થાપક નિશાંત પિટ્ટીએ જણાવ્યું કે “આતંકવાદ અને ક્રિકેટ એકસાથે ચાલી શકતા નથી,” આ જ ભાવનાને કારણે તેઓ આ મેચથી ખસી રહ્યા છે. સુરેશ રૈના અને શિખર ધવન જેવા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ પાકિસ્તાન સામે ન રમવાની વાત કરી હતી. ભારત વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સને હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ હવે પાકિસ્તાન સામેની મેચ રદ થઈ છે.

આ પ્રથમવખથ નથી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવામાં આવી હોય. અગાઉ, ગ્રુપ સ્ટેજમાં પણ ભારત-પાકિસ્તાન મેચ રદ કરવામાં આવી હતી. તે સમયે પણ, ખેલાડીઓ અને ટુર્નામેન્ટના એક મુખ્ય પ્રાયોજકે આ મેચ રમવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત