Team Chabuk-Gujarat Desk: ગોંડલમાં સાંકડા રસ્તાઓ અને ભરચક ટ્રાફિક જામ ક્યારે યમરાજ સમાન સાબિત થઈ જાય કહેવાય નહીં. જોકે આજ રોજ બે લોકો માટે એક અજાણ્યું વાહન અને ટાટા સુમો યમરાજ સાબિત થઈ ગયા હતા. ગોંડલના ઉદ્યોગ ભારતી ચોક નજીક અને મોટી પોસ્ટ ઓફિસ પાસે એકના વીનાની બે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પોસ્ટઓફિસ પાસેના વિસ્તારમાં કોઈ અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લઈ ઢસડતા માતાની નજર સામે જ તેની બે વર્ષની પુત્રીનું મોત થયું હતું. તો બીજી એક ઘટનામાં ટાટા સુમોના ચાલકે એક વૃદ્ધને ઢસડ્યા હતા.
વૃદ્ધ ટાટા સુમોની અડફેટે આવ્યા
ગોંડલ શહેરના જેતપુર રોડ પર રાજનગરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા 65 વર્ષીય મનસુખભાઈ ગોબરભાઈ બેલડિયા ઉદ્યોગ ભારતી ચોકમાં આવેલી હવેલીએથી દર્શન કરી બહાર નીકળી રહ્યા હતા. એ સમયે જ ટાટા સુમો નંબર GJ-03-LR-3328ના ડ્રાઈવર મનન કોઠારીએ તેમને અડફેટે લેતા મનસુખભાઈનું મોત થયું હતું.
બે વર્ષની બાળકીનું મોત
ગોંડલમાં જ બીજી હીટ એન્ડ રનની ઘટના દેવપરા હેડ પોસ્ટ ઓફિસ પાસે બની હતી. અહીં બે વર્ષની બાળકી પોતાની માતા સાથે એક્ટિવામાં દૂધ લેવા માટે જઈ રહી હતી ત્યારે એક અજાણ્યા વાહનની અડફેટે એક્ટિવા ફંગોળાય ગયું હતું. બે વર્ષની ધ્યાનીનું આ ગોઝારી ઘટનામાં મૃત્યુ થયું છે. જ્યારે માતાને ઈજાઓ પહોંચી છે. બાળકીના પિતા પિયુષભાઈ લક્ષ્મી ગાંઠીયા નામની લારી ચલાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
