Homeગુર્જર નગરીઊનાઃ યુવા આગેવાનોની મહેનત રંગ લાવી, પિતાનું નામ ભૂલથી ખોટું લખાઈ ગયું...

ઊનાઃ યુવા આગેવાનોની મહેનત રંગ લાવી, પિતાનું નામ ભૂલથી ખોટું લખાઈ ગયું હોવાથી 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર મુક્ત થશે

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નવાબંદરના એક માછીમારને પાકિસ્તાનની જેલમાંથી તચાર વર્ષ બાદ મૂક્ત કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે જેલમાં બંધ આ માછીમાર પોતાના પિતાના ખોટા નામના કારણે જેલમાંથી મુક્ત થઈ શક્યો નહતો. ત્યારે હવે આ માછીમાર જેલમાંથી મુક્ત થતાં પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે.

વાત જાણે એમ બની હતી કે, ઊના તાલુકાના દરિયાકાંઠે આવેલા નવાબંદર ગામના માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન-૧ નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા. માર્ચ ૨૦૧૭માં પાકિસ્તાન મરીન સિકયુરિટી ગાર્ડ દ્વારા આ બોટ સહિત ૭ વ્યક્તિને બંદી બનાવી જેલમાં કેદ કર્યા હતા. સજા પૂર્ણ થતાં નવાબંદર આ માછીમાર સિવાય તમામ ૬ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી વર્ષ ૨૦૧૮ માદરે વતન પહોંચ્યાં હતાં. પરંતુ બાબુભાઈ બાંભણિયાને મુક્ત કર્યા નહોતા તેમણે પરિવારને પત્ર લખ્યો ત્યારે ખબર પડી  કે પાકિસ્તાન જેલમાં તેમનાં પિતાનું નામ ભૂલથી કરશનભાઈની જગ્યાએ કિશનભાઈ લખાઈ ગયું હતું. જેથી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી.

તેમનાં પરિવારે તેમને જેલમાંથી છોડાવવા માટે અંદાજે ૫૦ જેટલા રાજકીય અને સામાજિક આગેવાનોને તેમની ફાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા. પરંતુ એકપણ આગેવાન પાસેથી હકારાત્મક જવાબ મળ્યો નહોતો અંતે તો આ પરિવાર પણ હિંમત હારી ગયો હતો. આ માછીમાર જેલમાંથી તેનાં પરિવારને ટપાલ લખતો તેમાં તેને મુક્ત કરાવવા માટે પોતાની વેદના વ્યક્ત કરતો, પરંતુ અજ્ઞાન અને અશિક્ષિત પરિવારને કોઈ રસ્તો દેખાતો નહોતો. ત્યારે આ વાતની જાણ એક વર્ષ પહેલાં ઉનાના યુવા આગેવાન રસિકભાઈ ચાવડા અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળને મળતા તેવો આ પરિવારનો સંપર્ક કરી તેમની પાસેથી તેની ફાઈલ તથા જરૂરી ડોક્યુમેન્ટ મંગાવેલા અને આ બંને આગેવાનોએ તેનો અભ્યાસ કરી મહામહિમ રાષ્ટ્રપતિ,  ભારતીય હાઈ કમિશન ઈસ્લામાબાદ, વિદેશ મંત્રાલય, વિદેશ મંત્રીના કાર્યાલય તથા ફિશરીઝ કમિશનર ગાંધીનગર સહિતના વિભાગોને પત્ર લખી આ માછીમારના જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે જોડીને ગત જુલાઈ ૨૦૨૦માં રજૂઆત કરી હતી. અને ફક્ત ૧૫ દિવસ જેવા ટૂંકા ગાળામાં આ પત્રોનો હકારાત્મક જવાબ ભારતીય હાઈ કમિશન ઈસ્લામાબાદ તથા ફિશરીઝ કમિશનર, ગાંધીનગર તરફથી મળ્યો હતો. અને આ માછીમારના પિતાનું નામ ગૃહ મંત્રાલય દ્વારા સુધારી લીધું હતું અને અન્ય જરૂરી કાર્યવાહી પૂર્ણ હતી.

ત્યારે પાકિસ્તાની જેલોમાં કેદ ૨૦ જેટલા માછીમારો મુકત થઈ રહ્યા છે તેમાં નવાબંદરના માછીમાર બાબુભાઈ બાંભણીયા પણ મુક્ત થઈ માદરે વતન પરત આવી રહ્યા છે. આ બંને યુવા આગેવાનોની સચોટ અને યોગ્ય રજૂઆતના પરિણામે છેલ્લા ૪ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ માછીમાર માદરે વતન પરત ફરી રહ્યા છે ત્યારે તેમનાં પરિવારમાં પણ ખૂશીનો માહોલ છે અને આ બંને યુવા આગેવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments