Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠા જિલ્લામાં વધુ એક સરકારી બાબુ લાંચ લેતા ઝડપાયા છે. નાયબ મામલતદાર એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા છે. દિયોદરમાં એક સસ્તા અનાજની દુકાનના ઓડિટમાં ખામી નહીં કાઢવાની તેમજ અન્ય કોઈ રીતે હેરાન નહીં કરવા માટે સંચાલક પાસેથી રૂપિયા 10 હજારની માગણી કરી હતી અને આજે દુકાનદાર પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા.
દિયોદર નાયબ મામલતદાર રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. એક સસ્તા અનાજની દુકાનના ઓડિટમાં કોઈ જ ખામી નહીં કાઢવાની અને કોઈપણ રીતે દુકાનદારને હેરાન નહીં કરવા માટે રૂપિયા દુકાનદાર પાસેથી રૂપિયા 10 હજારની માગણી કરી હતી. અને આ માંગણી મુજબ આજે દુકાનદાર મામલતદાર કચેરી ખાતે લાંચ આપવા માટે આવ્યો હતો. નાયબ મામલતદાર પી.આર. ઠાકોરે આ સંચાલક પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા જ એસીબીની ટીમે તેઓને રંગે હાથ ઝડપી પાડયા હતા. મામલતદાર કચેરીની અંદર જ નાયબ મામલતદાર લાંચ લેતા રંગેહાથ એસીબીના છટકામાં ઝડપાઈ જતાં કચેરીમાં સોપો પડી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ દિયોદર પાસેથી 696 બોરી સસ્તા અનાજની દુકાનનો જથ્થો ઝડપાયો હતો. આ અનાજ કૌભાંડ સ્થાનિક પુરવઠા વિભાગની રહેમનજર હેઠળ ચાલી રહ્યું હતું ત્યારે આ એસીબીના છટકામાં ઝડપાયેલ નાયબ મામલતદાર પી.આર. ઠાકોરની આ અનાજ કૌભાંડમાં સંડોવણી હોવાની પણ પૂરેપૂરી શક્યતા છે. જો આ નાયબ મામલતદારની તટસ્થ તપાસ થાય તો હજુ પણ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
