Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના રાંધેજા રેલવે ફાટક નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં પતિ-પત્નીના મોત નિપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના રાંધેજા રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા ટ્રક ચાલકે પોતાના ટ્રકને પૂરપાટ ઝડપે હંકારીને આગળ જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર લાગતાં રિક્ષા પુલ નીચે ઉતરી ગઈ હતી. એ જ સમયે પાછળથી ટ્રક પણ ધસી આવતાં ટ્રક નીચે રિક્ષા ચગદાઈ ગઈ હતી. જેમાં રિક્ષામાં સવાલ પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે સાથે રહેલાં તેમના પુત્રને ગંભીર ઈજા પહોંચતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પુત્રને દોડની પરીક્ષા હોવાથી પતિ-પત્ની તેની સાથે ગાંધીનગર આવી રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જગુદણ ગામમાં રહેતાં કાંતિભાઈ સોલંકી કૃષિ યૂનિવર્સિટીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. જેમના પરિવારમાં પત્ની રમીલાબેન અને પુત્ર જીમી અને સ્મિત છે. 19 વર્ષીય જીમી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે અને સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હોવાથી આવતીકાલે દોડની પરીક્ષા હતી. જેથી તેઓ ગાંધીનગર આવી રહ્યા હતા.
પુત્રની પરીક્ષાને અનુલક્ષીને કાંતિભાઈ તેમના પત્ની રમીલાબેન અને જીમી તેમના સંબંધી નરેશભાઈની રિક્ષામાં ગાંધીનગર તરફ આવી રહ્યા હતા. કાલે પરીક્ષા હોવાથી તેઓ ગાંધીનગરમાં એક સંબંધીનાં ઘરે રોકવાના હતા. આ દરમિયાન રાંધેજા રેલ્વે ફાટક નજીક ટ્રક ટ્રેલરના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને પાછળથી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે રિક્ષા આગળ જઈને પુલ નીચે ઉતરી ગઈ હતી. આ સમયે જ ટ્રક પણ પાછળથી ધસમસી આવી રિક્ષા પર ચડી જતાં રિક્ષાનું પકીકું વળી ગયું હતું.
અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠાં થઈ ગયા હતા અને ભારે જહેમત બાદ જીમીને ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. જ્યારે તેના માતા પિતા ટ્રક નીચે રિક્ષા સાથે દબાઈ ગયા હતા. બનાવની જાણ થતાં પેથાપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.
ગંભીર રીતે ઘવાયેલા જીમીને તેના કાકા નરેશભાઈ સાથે 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલમાં ફરજ પરના તબીબે જીમીની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકોની લાશનું પંચનામું સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
