Homeગુર્જર નગરીબનાસકાંઠાઃ 24 વર્ષની યુવતીએ કહ્યુ, “મેં મારી મિત્ર સાથે મૈત્રી કરાર કરી...

બનાસકાંઠાઃ 24 વર્ષની યુવતીએ કહ્યુ, “મેં મારી મિત્ર સાથે મૈત્રી કરાર કરી લીધા છે”

Team Chabuk-Gujarat Desk: ભારતના પ્રવર્તમાન કાયદા મુજબ પુખ્તવયની બે સમલૈંગિક વ્યક્તિઓ સાથે રહી શકે છે. આવો એક કિસ્સો બનાસકાંઠામાં સામે આવ્યો છે. બનાસકાંઠાની એક યુવતીએ પોતાની સ્ત્રીમિત્ર સાથે રહેવાનું નક્કી કરી લીધું છે અને તેની સાથે મૈત્રીકરાર પણ કરી લીધા છે. તેણે ત્યાં સુધી વિચારી લીધું હતું કે, જો સ્ત્રીમિત્ર સાથે રહેવા નહીં મળે તો આત્મહત્યા કરી લેશે.

બનાસકાંઠાની 24 વર્ષીય યુવતીની આ વાત છે. માતાનું નિધન થતાં તે પોતાના પિતા અને ભાઈ સાથે જ રહે છે. એક તબક્કે યુવતીની જીદે પરિવારજનોની ચિંતા વધારી દીધી હતી. યુવતી ઉંમરલાયક થતાં પરિવારજનોએ તેના લગ્ન કરવાનું વિચાર્યું. જો કે, જ્યારે પરિવારજનોએ તેને લગ્નની વાત કરી તો યુવતીએ ના કહી દીધુ અને જે જવાબ આપ્યો તેનાથી પરિવાર ચોંકી ગયો. યુવતીએ એવું કહ્યું હતું કે હું લગ્ન કરવા માગતી નથી. મારે એક સ્ત્રી મિત્ર છે, તેની સાથે મૈત્રીકરાર છે. યુવતીએ સાત મહિના પહેલાં તેની સ્ત્રીમિત્ર સાથે મૈત્રીકરાર કરી લીધા હતા.

પરિવારજનોએ કોઈ યુવક સાથે લગ્ન કરવાનું દબાણ કરતાં તેણે આપઘાત કરવાનો વિચાર પણ કરી લીધો હતો. પરંતુ છેલ્લે બનાસકાંઠા 181 અભયમની મદદ લીધી હતી, જેમાં ટીમે તેને સમજાવી સુરક્ષિત સ્થળે ખસેડી હતી.બનાસકાંઠા 181 અભયમનાં કાઉન્સેલરે કહ્યું હતું કે, હતું કે શહેરના એક વિસ્તારમાં રહેતી એક યુવતી ઉંમરલાયક થતાં પરિવારજનોએ તેને લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ તે તેમની વાત સાંભળતી ન હતી, આથી ચિંતામાં મુકાયેલા તેના ભાઇ તેમજ પિતાએ ખાનગીમાં પૂછતાં યુવતીનો જવાબ સાંભળી તેઓ ખૂબ જ અવઢવમાં મુકાઇ ગયા હતા. યુવતીએ એવું કહ્યું હતું કે હું લગ્ન કરવા માગતી નથી. મારે એક સ્ત્રી મિત્ર છે, તેની સાથે મૈત્રીકરાર છે. તેની સાથે જ રહેવા માગું છું. લગ્ન કરવાનું દબાણ કરાશે તો આપઘાત કરતાં પણ અચકાઈશ નહિ.

ભાઈ અને પિતાએ તેને બહુ સમજાવી, બીજા સમાજના યુવક સાથે પણ જો ઈચ્છે તો લગ્ન કરાવીશું, પરંતુ સ્ત્રી સાથે રહેવું યોગ્ય નથી એવું દબાણ કરતાં યુવતીએ આપઘાત કરી લેવાનું નક્કી કરી લીધુ હતું. 181 અભયમની ટીમ મહિલા પોલીસ શિલ્પાબેન સાથે યુવતીના ઘરે ગયા હતા. જો કે, યુવતી પોતાની વાત પર અડગ રહેતાં તેને સુરક્ષિત સ્થળે લઈ જવાઈ હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments