Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં વધુ એક વખત સિટી બસના કર્મચારીઓની દાદાગીરી જોવા મળી છે. રાજકોટના સિટી બસના કર્મચારીઓની દાદાગીરીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં સિટી બસના કર્મચારીઓ એકત્ર થઈને એક વૃદ્ધ રિક્ષા ચાલકને માર મારતાં નજરે પડી રહ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર સિટીબસ સાથે રિક્ષા ઘસાતા સિટી બસના કર્મચારીઓ એકત્ર થયા હતા અને વૃદ્ધ રિક્ષા ચાલકને માર માર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
વૃદ્ધ રિક્ષા ચાલકને માર મારતો આ વીડિયો રાજકોટ શહેરના કાલાવડ રોડ અંડરબ્રિજ પાસે બસસ્ટોપ પાસેનો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં સિટી બસ ચાલકોની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. પિતાની ઉંમરના વૃદ્ધને સિટી બસ ચાલકોએ રસ્તા પર ઢોર માર માર્યો હતો. કાલાવડ રોડ પર અન્ડર બ્રિજ નજીક રિક્ષા બસ સાથે ઘસાતા સિટી બસના કર્મચારીઓ રોષે ભરાયા હતા. જેથી બધાએ મળીને વૃદ્ધ રિક્ષાચાલકને માર માર્યો હતો. જોકે, આ રીતે રસ્તા પર ઉતરીને દાદાગીરી કરવી કેટલી યોગ્ય કહેવાય. યુવા ઉંમરના સિટી બસ ચાલકોએ વૃદ્ધને લાફા પણ ઝીંક્યા હતા. આ ઘટના જોઈને લોકોનું ટોળુ એકઠું થયું હતું.
સમગ્ર વીડિયો બહાર આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાએ પગલાં લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ DMCને આ વાયરલ વીડિયો બાબતે તપાસ કરવા આદેશ આપ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, વીડિયો મને મળ્યો છે. તેમાં મારામારીના દ્રશ્યો દેખાય છે. આખો મામલો જાણીને તેમાં જે કર્મચારીઓ સામેલ હશે તેમની સામે કડકમાં કડક પગલા લેવાશે. લોકો સાથે આવી રીતે ગેરવર્તણૂક કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
