Homeગુર્જર નગરીરાજકોટમાં ફરી ખેલાયો ખૂની ખેલ, યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

રાજકોટમાં ફરી ખેલાયો ખૂની ખેલ, યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો.. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક સાત હનુમાન મંદિર પાસે એક યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ત્રણ વર્ષ પૂર્વે થયેલી માથાકૂટની અદાવત રાખી યુવકની હત્યા કરી દેવામાં આવી છે. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નવાગામમાં સાત હનુમાન મંદિર નજીક સોખડા રોડ પર રહેતો છગન ઘેલાભાઇ જાપડા નામનો યુવક રવિવારે રાત્રે 8.30 વાગ્યે તેના ઘર પાસે ઊભો હતો.. આ દરમિયાન ચાર શખ્સો ધસી આવ્યા હતા અને છગનને છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. હુમલા બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકના શરીરમાંથી સતત લોહી વહેતું હોવાથી પરિવારજનોએ એમ્બ્યુલન્સની રાહ જોઇ નહોતી અને છગનને રિક્ષામાં જ રાજકોટ હોસ્પિટલ તરફ લઈ ગયા હતા.

ત્યારબાદ રસ્તામાં પારેવડી ચોક પાસે એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચતાં યુવકને તેમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલે પહોંચાડાયો હતો. જ્યાં હાજર તબિબે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવાન પુત્રની હત્યાથી જાપડા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

બીજી તરફ નવાગામમાં નોન-વેજની દુકાન ધરાવતો અસ્લમ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. અને તેના પર છગન સહિત અન્ય કેટલાક લોકોએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. હાલ આ કેસમાં પોલીસે આરોપોની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments