Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધુ એક વખત પેપર લીક થવાનો મોટો આરોપ લાગ્યો છે. ગઈકાલે રવિવારે રાજ્યભરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કનું (head clerck) પેપર લીક (paper leak) થયું હોવાનો આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતાએ મોટો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા એવા યુવરાસિંહ જાડેજાએ (yuvrajsinh jadeja) દાવો કર્યો છે કે, અમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું ધ્યાન દોર્યું હતું પરંતુ તેઓએ કોઈ જવાબ નહી આપતા હવે અમારે મીડિયા સમક્ષ આવવું પડી રહ્યું છે. જો કે ગૌણસેવા પસંદગી મંડળને જ પેપર લીક કરાવવામાં રસ હોય તેમ પરીક્ષાના એક દિવસ પહેલાં જ રાજકોટ ખાતે પેપરો મોકલી આપવામાં આવ્યા હતા. સ્ટ્રોંગરૂમમાં પેપર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે હેડ ક્લાર્કનું પેપર લીક થયું હોવાના પુરાવા તેઓની પાસે છે. તેમણે દાવો કર્યો છે કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં પેપર લીક થયું હતું. 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હતા. ત્યાં સમગ્ર ડિલ થઈ હતી. ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પહોંચી ગયું હતું. પેપર શરૂ થવાનું હતું તેની 10 મિનિટ પહેલા જ પેપર વહેતું થઈ ગયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પેપર 10 થી 12 લાખ રૂપિયામાં વેચાયું હોવાનો અને 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું હોવાનો પણ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા દાવો કરાયો છે. જ્યારે અન્ય કેટલાક સ્થળે 7 થી 8 લાખ રૂપિયામાં પેપર વેચાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ તમામના પુરાવા હોવાનો પણ યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે.
મહત્વનું છે કે, હેડ ક્લાર્કની 186 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન ગઈકાલે રવિવારે કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં રાજ્યભરના 2 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી દોઢ લાખથી પણ વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
