Homeગામનાં ચોરેજમ્મુ કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓની બસ પર મોટો આતંકી હુમલો, આટલા જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓની બસ પર મોટો આતંકી હુમલો, આટલા જવાન શહીદ

Team Chabuk-National Desk: જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ પોલીસ ફોર્સ પર હુમલો કર્યો છે. શ્રીનગરના જેવન વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. સુરક્ષાદળોની બસ પર કરવામાં આવેલા ફાયરિંગમાં 2 જવાન શહીદ થયા છે જ્યારે 11 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ ઈજાગ્રસ્ત જવાનોને તુરંત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી છે. 

સૂત્રોનું કહેવું છે કે, સુરક્ષાદળોની બસ પર બેથી ત્રણ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોથી ભરેલી બસ શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલ જેવનમાં સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ તરફ જઈ રહી હતી. આ બસમાં જમ્મુ-કાશ્મીર આર્મર્ડ પોલીસની નવમી બટાલિયનના જવાન મુસાફરી કરી રહ્યાં હતા.  જે વિસ્તારમાં હુમલો થયો છે ત્યાં ન માત્ર જમ્મુ કાશ્મીર પોલીસનું ટ્રેનિંગ સેન્ટર છે, પરંતુ સેના અને સીઆરપીએફના ઘણા કેમ્પ છે.

આજે બે આતંકવાદીઓ ઠાર

આજે દિવસે, શ્રીનગરની બહારના ભાગમાં સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર રંગરેથ વિસ્તારમાં થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ થઈ શકી નથી. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments