Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસે કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. અમરેલીના લીલીયાના અંટાળિયા 49 વર્ષીય આધેડ ભરત જોષીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. કોરોના થયા બાદ તેમને પ્રથમ અમરેલીની ખઆનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા જ્યા સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. મૃતક આધેડને ફેફસાની બીમારી અગાઉથી જ હતી જેના કારણે તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી.
મૃતકના ભાઈએ જણાવ્યું કે, 8 મહિના પહેલા વેક્સિનના બંને ડોઝ પણ લીધા હતા. જોકે, તેમને ફેફસાની બીમારી અગાઉથી હતી. જેના કારણે પણ અવસાન થયું હોય. અમે સરકારની ગાઈડલાઈન પ્રમાણે તેમની રાજકોટમાં અંતિમ વિધિ કરી છે.
અમરેલી જિલ્લામા કોરોનાના કેસ કુદકેને ભુસકે વધવાનુ શરૂ થયુ છે. ગઇકાલે અહીના વૃધ્ધાશ્રમના ત્રણ વડિલોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે જિલ્લામા વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પૈકી માત્ર અમરેલી શહેરમા જ 6 કેસ નોંધાયા હતા. સૌથી વધુ કેસ લાઠી રોડ અને ચિતલ રોડ પર આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નવી લહેર શરૂ થયા બાદ જિલ્લામા અત્યાર સુધીમા 28 પોઝિટિવ કેસ નોંધાયા ચુકયા છે. જે પૈકી 1 કેસમા ઓમીક્રોન હોવાની પુષ્ટિ થઇ છે.
તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોના વાયરસના સંક્રમણની ગતિ વધી છે. ગીર સોમનાથના ઊનામાં એક સાથે ચાર વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઊનાનું તંત્ર ચિંતામાં મુકાયું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે ગીરગઢડામાં કાકડીમોલી તેમજ નાળીયેળીમોલી ગામની શાળાનાં બે શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતાં શાળા સાત દિવસ સુધી બંધ કરવા આદેશ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત