Team Chabuk-Gujarat Desk: વલસાડના સરીગામમાં ત્રણ શખ્સો એક ગર્ભવતી મહિલાનું અપહણ કરી જંગલમાં લઈ ગયા હતા. આશંકા છે કે આરોપીઓએ ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. હાલ પોલીસે આ મુદ્દે ત્રણે આરોપીની ધરપકડ કરી લીધી છે અને મહિલાની મેડિકલ તપાસ શરૂ કરી છે.
બુધવારે મહિલાને રાત્રે અચાનક પેટમાં દુંખાવો ઉપડતા તેનો દિયર અને દિયરનો મિત્ર કારમાં સરીગામની ચિત્રકૂટ હોસ્પિટલ લઈ જઇ રહ્યા હતા. આ દરમિયાન કેડીબી હાઈસ્કૂલ પાસે ત્રણ શખ્સોએ બાઇકની આડશ ઉભી કરી કારને રોકી દીધી હતી. ત્યારબાદ દિયર અને મિત્રને માર મારીને બે મોબાઇલની લૂંટ ચલાવી ફરિયાદીની કારમાં જ ગર્ભવતી મહિલાનું અપહરણ કરી ગયા હતા. મહિલાને ત્રણે શખ્સો 10 કિલોમીટર દૂર નિકોલી ડુંગરાળ વિસ્તારમાં લઇ ગયા હતા. જ્યારે મહિલાનાં દિયરને સ્કૂટર પર બેસાડી નગર પાસે લઈ જઈ મારમારતા અપહરણની ચૂંગાલમાંથી ભાગી છૂટ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે.ડી.બી. હાઈસ્કૂલ પાસે શિવસેના ઓફિસ સામે સુનીલ વિજય વારલી, રાહુલ બાબુરાવ કામલે તથા સૂરજ વિધાનંદ ઝા નામના શખ્સોએ મહિલાના દિયરે સુનીલની વિરૂદ્ધમાં કરેલી ફરિયાદની આદવત રાખી ઝઘડો કર્યો હતો.
પોલીસ ફરિયાદમાં નોંધાયા મુજબ આરોપીએ મહિલાના દિયર સુનિલને ઢિક્કા મુક્કીનો મૂઢ માર મારી દિયર અને મિત્ર વિક્કીનાં બે મોબાઈલની લૂંટ કરી હતી. ત્યારબાદ મહિલાનાં દિયરને સ્કૂટર પર અપહરણ કરી રાય સાગર બિલ્ડિંગ પાસે લઈ જઈ માર માર્યો હતો. જો કે, મહિલાનો દિયર અંધારાનો લાભ લઈ ચુંગાલમાંથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ મહિલા આરોપીના ચુંગાલમાં જ હતી. જે અંગે ભીલાડ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે મહિલાની શોધખોળ કરતાં મહિલા ઉમરગામ તાલુકાનાં ધોડિપાડા પંચાયત વિસ્તારનાં નીકોલી ગામમાં કારમાંથી મળી આવી હતી. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત