Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં 8 મહિના બાદ પહેલીવાર 11 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11176 નવા કેસ નોંધાયા છે જેને લઈને એક્ટીવ કેસનો આંકડો પણ 50 હજારને પાર પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 50 હજાર 612 પર પહોંચી ગઈ છે જેમાંથી 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 50 હજાર 548 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં એક દિવસમાં 3 હજાર 673 કેસ નોંધાયા છે તો સુરતમાં એક દિવસમાં 2 હજાર 690 લોકો સંક્રમિત થયા છે. આ ઉપરાંત વડોદરામાં 950 અને રાજકોટમાં 440 કેસ નોંધાયા છે.



રાજ્યમાં રસીકરણ પર પણ વધુ જોર આપવામાં આવી રહ્યો છે. ગુરુવારે એક દિવસમાં રાજ્યમાં કુુલ 3 લાખ 11 હજાર 217 લોકોનું રસીકરણ થયું. જેમાં 89 હજાર 40 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો. અત્યાર સુધીમાં 4 લાખ 70 હજાર 334 લોકોને પ્રિકોશન ડોઝ આપી દેવાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત