Homeગુર્જર નગરીવાજબી ભાવની દુકાનના સંચાલકો માટે સારા સમાચાર, રાજ્ય સરકારના આ નિર્ણયથી થશે...

વાજબી ભાવની દુકાનના સંચાલકો માટે સારા સમાચાર, રાજ્ય સરકારના આ નિર્ણયથી થશે ફાયદો

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાજબી ભાવની દુકાનોના સંચાલકો એટલે કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં ૧લી જાન્યુઆરી ૨૦૨૨થી અમલમાં આવે તે રીતે વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, રાજ્યના વાજબી ભાવના દુકાન સંચાલકોના એસોસિએશન તથા વિવિધ પદાધિકારીઓ તરફથી વખતોવખત કમિશન વધારો કરવાની મળેલ રજુઆતના અનુસંધાને મુખ્યમંત્રીએ સકારાત્મક દૃષ્ટીએ વિચારણા કરીને આ કમિશનમાં વધારો કરી આપીને દુકાન સંચાલકોની પોષણક્ષમતામાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે.

તેમણે કહ્યું કે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ મારફતે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તથા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” અર્તગત રાજયના હાલ કુલ ૭૦ લાખ રેશનકાર્ડધારકો અને ૩ કરોડ ૪૫ લાખ જનસંખ્યાને દર માસે આશરે ૧૭૦૦૦થી વઘુ વાજબી ભાવની દુકાનો મારફતે આધાર બેઇઝડ આધારિત વિતરણ પદ્ધતિથી ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, આયોડાઇઝડ મીંઠુ અને વર્ષમાં બે વખત રીફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવે છે.

આ વિતરણ વ્યવસ્થાનું રાજ્ય સરકાર દ્વારા NIC દ્વારા વિકસાવેલ સોફટ્વેર મારફ્તે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ ૫દ્ધતિથી અમલીકરણ થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વાઘાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશનમાં વધારો કરવાનો જે નિર્ણય કર્યો છે તદ્અનુસાર:

• ઘઉં/ ચોખામાં પ્રતિ કિવન્ટલ મળતા હાલના કમિશનમાં રૂ.૪૨/-નો વઘારો કરીને હવે રૂ.૧૫૦/- પ્રતિ કિવન્ટલ કમિશન અપાશે.

• તુવેરદાળમાં પ્રતિ પાઉચ/કિલો હાલના કમિશનમાં રૂ.૧.૯૨/-નો વઘારો કરતાં હવે રૂ.૩/- પ્રતિ પાઉચ/કિલો કમિશન મળશે.

• ખાંડમાં પ્રતિ કિવન્ટલ હાલના કમિશનને ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.૯૦/-નો વઘારો કરતાં હવે રૂ.૧૫૦/- પ્રતિ કિવન્ટલ કમિશન મળતું થશે.

• મીઠામાં પ્રતિ કિવન્ટલ હાલના કમિશનને પણ ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.૧૨૫/-નો વઘારો કરતાં હવે રૂ.૧૫૦/- પ્રતિ કિવન્ટલ કમિશન મળશે.

• ખાઘતેલમાં પ્રતિ પાઉચ/ લીટર હાલના કમિશનમાં રૂ.૨/-નો વઘારો કરતાં હવે રૂ.૫/- પ્રતિ પાઉચ/ લીટર કમિશન મળશે.

જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે વ્યાજબી ભાવના દુકાનદારોના લાંબા સમયથી ૫ડતર પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી દીધો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂ.૩૧/-કરોડ તથા આગામી વર્ષ ૨૦૨૨ -૨૩ માં વાર્ષિક ખર્ચમાં રૂ.૧૩૦/- કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments