Homeગુર્જર નગરી૪ ફેબ્રુઆરી-વર્લ્ડ કેન્સર ડે: રાજકોટમાં અહીં થાય છે વર્ષે ૩ હજારથી વધુ...

૪ ફેબ્રુઆરી-વર્લ્ડ કેન્સર ડે: રાજકોટમાં અહીં થાય છે વર્ષે ૩ હજારથી વધુ દર્દીની નિઃશુલ્ક સારવાર

Team Chabuk-Gujarat Desk: આપણે રોજ બરોજ ફિલ્મ કે ટેલિવિઝનના શો દરમ્યાન દર્દીના હોઠ, જડબુ અને અન્ય અંગ વિકૃત થઈ ગયેલા દર્દીની સારવારની જાહેરાત જોઈએ છીએ, અને એક ચેતવણી પણ આપવામાં આવે છે કે તંબાકુના કારણે આવી હાલત થઈ છે.

Cancer

આપણા દેશમાં તંબાકુના કારણે અનેક દર્દીઓ કેન્સરના ભોગ બને છે. જે શરીરને બહુ મોટું નુકસાન કરે છે અને યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ સંભવ હોઈ છે. વાત છે કેન્સરની, લોકોમાં વૈશ્વિક પ્રચાર પ્રસાર થકી કેન્સર રોગ સામે જાગૃતિ અને તેનો અટકાવ અર્થે તા. ૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઓળખાય છે.

Cancer

રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત કેન્સર રિસર્ચ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના  ઉપક્રમે રાજકોટ  ખાતે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે  કેન્સરના દર્દીઓનું નિદાન અને સારવાર અંગે માહિતી આપતા પ્રોફેસર અને હેડ ઓન્કોલોજીસ્ટ ડો. મીના શાહે જણાવ્યું હતું કે, અહીં વર્ષે ૩ હજાર થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. નવા કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિનામાં ૫૦૦ થી વધુની ઓ.પી.ડી. હોઈ  છે. હાલ ૬૦૦ જેટલા દર્દીઓને કીમો થેરાપી અને  ૩૦૦ જેટલા દર્દીઓ રેડિયો થેરાપી લઈ રહ્યા  છે.

Cancer

રેડિયો થેરાપીની સાઇકલનો ખર્ચ એકથી દોઢ લાખ થાય છે જે ખાનગી હોસ્પિટલમાં ૨ લાખથી વધુ થાય છે જે અહીં આયુષ્માન કાર્ડ ધારકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. ડો. મીના શાહ જણાવે છે કે, રાજકોટનું ગૌરવ છે કે આપણી પાસે સૌરાષ્ટ્રમાં સૌથી અત્યાધુનિક ત્રણ મશીનો છે જેની કિંમત લગભગ રૂ. ૨૦ થી ૨૫ કરોડ જેવી છે.

Cancer

રેડિયોથેરાપી માટે બે મશીન છે. જેમાં લિનિયર એક્સિલેટર અતિ આધુનિક ટેક્નોલોજીનું મશીન ૩૬૦ ડિગ્રીએ રેડિયો થેરાપી આપવામાં આવે છે. જયારે શરીરના કોઈ ભાગમાં નજીકમાં થેરાપી આપવાની હોઈ તેમાં બ્રેકી થેરાપી થકી શરીરના તે ભાગ પાસે એનેસ્થેસિયા આપી સાધનનો એક ભાગ જેમાંથી રેડિયો કિરણ નીકળે છે તેને અંદર લઈ જવામાં આવે છે. જ્યારે દર્દીને નિદાન થઈ જાય ત્યારબાદ રેડિયેશન થેરાપી પહેલા તેનું સીટી સિમ્યુલેટર મશીનની મદદથી સીટીસ્કેન કરી તે ભાગ નિશ્ચિત કરવામાં આવે છે. 

Cancer

આ સાથે જે દર્દીઓને કેન્સરની વધુ  અસર થઈ હોઈ અને તેમને વધુ પડતું દર્દ થતું હોઈ તેવા દર્દીઓને મોરફીન, નાર્કોટિક્સની પેઈન એન્ડ પેલેટિટીવ સારવાર પણ અહીં કરી આપવામાં આવે છે. અહીં પેઇન મેનેજમેન્ટ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે ગર્ભાશયના કેન્સરને અગાઉથી ઓળખવા માટે ખાસ પેપ ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું ડો. મીના શાહ જણાવે છે. રાજકોટ કેન્સર સેન્ટર ખાતે પાંચ ફુલટાઇમ ડોક્ટર્સ, વિઝિટિંગ ડોક્ટર્સ અને ગાયનેક ડોક્ટર્સની ટીમ કેન્સરના દર્દીઓની સારવાર કરી રહી છે.

Cancer

રાજ્ય સરકાર દ્વારા કેન્સરના દર્દીઓને સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે અદ્યતન સારવાર મળી રહે તે માટે આધુનિક મેડિકલ ઇકવીપમેન્ટ ફાળવવામાં આવ્યા છે. કેન્સર માત્ર એક વ્યક્તિ ને નહિ પરંતુ તેમના પરિવાર અને સમગ્ર સમાજને અસર કરે છે. ભારતમાં કેન્સરના કારણે ખુબ મોટો દર છે ત્યારે આપણે સૌએ જાગૃતિ સાથે વ્યસનોથી દૂર રહી પરિવાર,  સમાજ અને રાષ્ટ્રના સ્વાસ્થ્યમાં પ્રદાન આપવું જરૂરી છે. કેન્સરથી બચવા જાગૃતિ અને વહેલું  નિદાન જરૂરી હોવાનું ડો. મીના શાહ જણાવી કહે છે કે કેન્સરના દર્દીઓમાં ત્રીજા  ભાગના દર્દીઓને કેન્સર તંબાકુના વ્યસનને  કારણે થતું હોઈ છે.

મ્હોં અને ગાળાનું કેન્સર અટકાવવા

  1. તમાકુ અને દારૂનો ઉપયોગ  ટાળવો
  2. મહોણી સ્વચ્છતા જાળવો અને દિવસમાં બે વખત બ્રશ કરો
  3. તૂટેલા દાંતની સારવાર
  4. ખુબ ગરમ ખોરાક, પીણાંનો ઉપયોગ ટાળવો

ગર્ભાશયના કેન્સરથી બચવા

  1. સ્નાન કરતી વખતે, પેશાબ બાદ તેમજ જાતીય સમાગમ બાદ પ્રજનન અંગોની પૂરતી સફાઈ
  2. સ્ત્રીનું લગ્ન ૧૮ વર્ષ પછી અને બાળક ૨૦ વર્ષ પછી થવું જોઈએ

કેન્સરનું જોખમ ઘટાડવા

  1. ધુમ્રપાન અને દારૂનો નિષેધ
  2. તાજા ફળ અને શાકભાજી, વિટામિન એ અને સી. યુક્ત આહા
  3. ઓછી ચરબી યુક્ત આહાર લેવો
  4. અતિશય સૂર્ય પ્રકાશમાં રહેવાનું ટાળવું
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments