Team Chabuk-National Desk: પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનું વાતાવરણ ગરમ થઈ ગયું છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની કાર પર સાંજના પાંચ વાગ્યે પિલખુઆની પાસે છજારસી ટોલ પ્લાઝાની નજીક ફાયરિંગ થયું હતું. બે યુવકોએ કારની નીચેની તરફ ગોળીઓ ચલાવી હતી. એવામાં સમર્થકોએ એક હમલાવરને દોડીને પકડી લીધો હતો અને ટોલકર્મીઓને સોંપી દીધો હતો. તેની પાસેથી પિસ્તોલ પ્રાપ્ત થઈ છે.
ઘટનાની થોડી કલાકો બાદ બીજા હુમલાખોરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ગયા છે. જેમાં હુમલાખોરને ભાગતો જોઈ શકાય છે. પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરામાં બે યુવકો કેદ થયા છે. આરોપીઓએ શરૂઆતી તપાસમાં જણાવ્યું હતું કે તેઓ ઓવૈસીના હિંદુ વિરોધી નિવેદનોથી નિરાશ હતા.
ઘટના બાદ ઓવૈસી બીજી કારથી દિલ્હી રવાના થઈ ગયા હતા. તેમણે ટ્વીટ કરી એ વાતની જાણકારી આપી હતી કે, ‘મારી કાર પર ચાર રાઉન્ડ ફાયર થયું છે. 3-4 લોકો હતા. તમામ ભાગી ગયા હતા અને હથિયાર ત્યાં જ છોડી દીધા હતા. ગોળી લાગવાથી ગાડીનું ટાયર ત્યાં જ પંચર થઈ ગયું હતું. અમે સુરક્ષિત છીએ.’
તેમના કાફલામાં સવાર યુવકે જણાવ્યું હતું કે ઓવૈસી કિઠોરથી હાપુડ થઈ મેરઠ જઈ રહ્યા હતા. એવામાં પિલખુવાની પાસે છજારસી ટોલ પ્લાઝા પર કારમાં આવેલા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. ઘટના બાદ હુમલાખોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ ઘેરાઈ ગયા હતા. જેથી કારમાંથી નીકળી દોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યકર્તાઓએ તેમને પકડી લીધા હતા. આરોપીઓની ઓળખ સચિન, રહેવાસી બાદલપુર ગૌતમબુદ્ધ નગર અને શુભમ, રહેવાસી સહારનપુરના રૂપે થઈ છે. આરોપીઓએ શરૂઆતની તપાસમાં જણાવ્યું હતું કે તેઓ ઓવૈસીના હિન્દુ વિરોધી નિવેદનોથી નિરાશ હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
