Homeગુર્જર નગરીધ્રાંગધ્રા: 15 વર્ષની કિશોરીને દુખતું હતું પેટમાં, હોસ્પિટલ લઈ ગયા તો બાળકને...

ધ્રાંગધ્રા: 15 વર્ષની કિશોરીને દુખતું હતું પેટમાં, હોસ્પિટલ લઈ ગયા તો બાળકને જન્મ આપ્યો, નરાધમે અઢળક વખત બાંધ્યો હતો શરીર સંબંધ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી સગીરા પર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. ફરી એકવાર જિલ્લામાં સગીરા પિંખાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક સગીરા સાથે નરાધમે શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દીધો હતો. સગીરાએ બાળકને જન્મ આપતા નરાધમના પાપનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે હાલ આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

સમગ્ર મુદ્દે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના એક નરાધમે ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કામ કરતી સગીરા સાથે પ્રેમનું નાટક કરી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. એક ગરીબ પરિવારની માત્ર 15 વર્ષની સગીરા સાથે વારંવાર શરીર સંબંધ બાંધી તેને ગર્ભ રાખી દીધો હતો. સગીરાને દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યા સગીરાએ શિશુને જન્મ આપ્યો છે. આ સમગ્ર ઘટનાના કારણે ગરીબ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.

આ ગંભીર ઘટનાની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને થતાં પી.આઇ. જે.બી.મીઠાપરા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિવારની ફરિયાદ લીધી હતી. પોલીસ સ્ટાફે આરોપીની વિગતો મેળવી તેના વિરુદ્ધ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ આંચકાજનક ઘટના મુદ્દે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું હતું કે, સગીરાના જન્મેલા બાળકને સગીરાના પિતા રાખશે કે આરોપી શખ્સ રાખશે તે આગામી સમયમાં નક્કી થશે. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે, જો બાળકને રાખવા કોઈ તૈયાર નહીં થાય તો તેને શિશુગૃહમાં સુરક્ષિત મોકલી આપીશું. બીજી તરફ આરોપીને શિશુને સોંપવામાં પણ જોખમ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ તો આ કેસમાં સગીરા અને નવજાતની સૂડી વચ્ચે સોપરી જેવી હાલત થઈ ગઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments