Homeગુર્જર નગરીઅમદાવાદઃ પત્ની અને પુત્રના ત્રાસથી વ્યક્તિનો આપઘાત, આરોપી મૃતકને માર મારતા, માનસિક...

અમદાવાદઃ પત્ની અને પુત્રના ત્રાસથી વ્યક્તિનો આપઘાત, આરોપી મૃતકને માર મારતા, માનસિક ત્રાસ આપતા અને વાસણ ધોવડાવતા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં પત્ની અને દીકરાના અત્યાચારના કારણે એક વ્યક્તિએ જીવન ટૂંકાવી લીધુ. મૃતકના પિતાએ તેની પુત્રવધુ અને પૌત્ર સામે આપઘાત મામલે દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો આરોપ છે કે, તેમની પુત્રવધુ અને પૌત્ર મિલકત પોતાના નામે કરાવવા માટે તેમના દીકરા પર માનસિક અને શારીરીક અત્યાચાર કરતા હતા. મૃતકના પિતાનો આરોપ છે કે, તેમના દીકરાને પુત્રવધુ અને દીકરો ઘરના વાસણ અને કચરો સાફ કરવતા અને માર મારતા

અમદાવાદમાં સરદારનગર વિસ્તારની આ ઘટના છે. અહીં એક પત્ની અને તેના પુત્રના ત્રાસના કારણે એક વ્યક્તિએ મોતને વ્હાલુ કરી લીધુ છે. મૃતકના પિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે.

મૃતકના પિતાનો આક્ષેપ છે કે, પુત્રવધુ અને પૌત્ર તેમના નામે દુકાન અને મકાન કરાવવા માટે દબાણ કરતા હતા. એટલું જ નહીં મૃતકના પિતાનો આરોપ છે કે, તેમનો પુત્ર જ્યારે તેમને મળવા આવતો તો પૌત્ર માર મારતો. આ સમગ્ર વાતોથી કંટાળી તેમના પુત્રએ સાબરમતી નદીમાં ઝંપાલાવી આત્મહત્યા કરી લીધી.

મૃતક જગદીશ રામસિંધાની અને વિનાબેનના લગ્ન 1998 પહેલા થયા હતા. જે લગ્ન દરમિયાન તેઓને એક દિનેશ નામનો એક પુત્ર છે. જેની ઉંમર 20 વર્ષ ઉપરની છે. જેઓ અલગ રહેતા અને તેમનું જીવન સુખમય ચાલતું. પણ થોડા વર્ષથી પરિવારમાં કકળાટ શરૂ થયો. આરોપ છે કે, 2019થી પત્ની તેના પતિ અને સસરાને મકાન અને દુકાન તેના નામે કરવાનું દબાણ કરતી.

20 જાન્યુઆરીએ ફરી ઝઘડો થયો હતો અને પત્નીએ પતિને ઘરમાંથી કાઢી મુક્યા હતા. આ વાતનું લાગી આવતા જગદીશ રામસિંધાની ઈન્દિરાબ્રિજ પહોંચ્યા હતા અને નદીમાં ઝંપલાવી દીધુ હતું. જે બાદ 26 જાન્યુઆરીએ મૃતદેહ મળી આવ્યો હતો. હાલ એરપોર્ટ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ મૃતકના પિતાએ ન્યાયની માગણી કરી પુત્રવધુ અને પૌત્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments