Team Chabuk-Gujarat Desk: ATM તૂટવાની ઘટના સાંભળી હશે. બેંક લૂંટાયાની પણ ઘટના સાંભળી હશે. જોકે આ બંનેથી તદ્દન વિપરિત અને વિચિત્ર કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. જ્યાં નથી પૈસા ચોરી થયા નથી બેંકમાં ધાડ પડી. અહીં તો ATMમાં ઘુસી ડ્રોપ બોક્સમાંથી ચોર ચેક ઉઠાવીને લઈ ગયા છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ ચોર આ ચેકનું કરશે શું તે વાતની ચર્ચા થઈ રહી છે.
આ સમગ્ર ઘટના જ્યાં બની છે તે છે, અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલી કાલુપુર કોમર્શિયલ બેંક. જેના ATMની અંદર ચોરીનો બનાવ બન્યો છે. પોલીસને જ્યારે આ વાતની ખબર પડી તો તાત્કાલિક ATM ખાતે આવી હતી. જોકે એ વાત જાણી ચોંકી ગઈ હતી કે ચોરે ATMમાંથી પૈસાની નહીં પરંતુ ચેકની ચોરી કરી છે. ATMના ડ્રોપ બોક્સમાં લોકો ચેક નાખીને ગયેલા હતા. ચોર એ ચેક ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો.
તમામ ચેક લઈને ઈસમો ATMથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ વિભાગ દ્વારા બે ઈસમો પર ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ચોરોને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. અત્યાર સુધી તો શહેરમાં ફક્ત ATM સુરક્ષિત નહોતા એવી વાતો થતી હતી, પણ હવે ATMના ડ્રોપ બોક્સમાં રહેલા ચેક પણ સલામત નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
