Homeગુર્જર નગરીજનેતા જ બની કાળ: ચાર વર્ષની બાળકીનું ગળું દબાવી કરી હત્યા

જનેતા જ બની કાળ: ચાર વર્ષની બાળકીનું ગળું દબાવી કરી હત્યા

Team Chabuk-Gujarat Desk: માતાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ માતા જ જ્યારે હત્યારી બને ત્યારે આપણું હૃદય ખરેખર કંપી ઊઠે છે. આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશના બાગવતના બાખરપુર બાલૈની  ગામમાં બન્યો છે. જ્યાં એક મહિલાએ પોતાની ચાર વર્ષની દીકરીની ગળું દબાવીને હત્યા કરી છે. ચાર વર્ષની માસૂમ બાળકીની હત્યાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.

ઘટનાની વિગતો જોઈએ તો બાકરપુરના બાલની ગામના રોહીત યાદવના લગ્ન પાંચ વર્ષ પહેલા ગાજીપુરની મોહની સાથે થયા હતા. રોહિત નોઇડાની એક પ્રાઈવેટ કંપનીમાં નાઈટ શિફ્ટમાં નોકરી કરે છે. ગત મંગળવારે જ્યારે રોહિત નોકરી પર ગયો ત્યારે હત્યારી પત્નીએ તેની ચાર વર્ષની દીકરી શિવીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. રોહિત બુધવારે સવારે નોકરી પરથી ઘરે આવ્યો ત્યારે તેને આ ઘટના અંગે જાણ થઈ. રોહિતે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસને ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. તેમજ હત્યારી પત્ની મોહિનીની ધરપકડ કરી છે.

હત્યારી પત્નીના પતિ રોહિતનું જણાવવું છે કે, તેની પત્ની મોહિની લગ્ન પછી નાની-નાની વાતોમાં ઝઘડો કરતી હતી. આ વિવાદમાં જ તેની દીકરીની ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હોવાની આશંકા છે. મોહિનીએ પોતાની દીકરી શિવીનું ગળું દબાવી હત્યા કરી એ પહેલા પણ તે ઘણી વાર પોતાની દીકરી સાથે મારપીટ કરતી હતી. પતિ રોહિતે પોલીસને જણાવ્યા અનુસાર તેની પત્ની મોહિની ઘરમાં ઝઘડો કરતી આ  ઝઘડાનો ગુસ્સો બાળકી માથે ઉતારવા મારપીટ કરતી. ઘણી વખત તો બાળકીને ખૂબ માર મારતી હતી. આ અંગે રોહિતે પણ પોતાના પતિને ઘણી વખત સમજાવી હોવાનું જણાવ્યું હતું. 

આવા બનાવ અંગે મનોચિકિત્સકોનું જણાવવું છે કે વિભક્ત કુટુંબોના કારણે આવા બનાવો વધતા જાય છે. આ ઉપરાંત કોરોના પછી લોકો તણાવમાં રહે છે જેના કારણે ખોટા વિચારો ઉત્પન્ન થાય છે. આવા લોકોને ઓછી નીંદર આવે છે અને ગુસ્સો વધુ આવે છે. ગુસ્સાના કારણે આવું પગલું લેતા હોય છે. આવા લોકોએ રોજ વ્યાયામ કરવો જોઈએ અને પૂરતી નીંદર કરવી જોઈએ. તેમજ લોકો સાથે સમૂહમાં રહી વધુ વાર્તાલાપ કરવો જોઈએ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments