Homeગુર્જર નગરીખંભાળિયામાં બે સગીર બહેનો સાથે દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ

ખંભાળિયામાં બે સગીર બહેનો સાથે દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં બે સગીર બહેનો સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ત્યારે આ દુષ્કર્મ કેસમાં પોલીસે ત્રણ નરાધમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સગીર બહેનો સાથે દુષ્કર્મ આચરનાર અને તેના મદદગાર બે મિત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પીડિત સગીરાને પ્રેગ્નન્સી ટેસ્ટ માટે બોલાવ્યા બાદ નાની બહેન સાથે ગયેલી સગીરાને બાંધીને એક શખ્સે બે મિત્રની મદદથી દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. બે સગીર બહેનો સાથે દુષ્કર્મની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

બનાવની મળતી વિગતો જોઈએ તો ખંભાળિયાના નિકેશ પ્રજાપતિએ 16 વર્ષ અને 9 માસની વય ધરાવતી સગીરાને લલચાવી ફોસલાવી મિત્રતા કેળવી તેની સાથે અવાર નવાર અલગ અલગ સ્થળે શરીર સુખ માણ્યું હતું. ત્યારબાદ આરોપી નિકેશ પ્રજાપતિએ એક ચોક્કસ સ્થળે રૂમ પર ફરીવાર ગત 27 ફેબ્રુઆરીના રોજ સગીરાને પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા બોલાવી હતી અને સગીરા તેણીની 14 વર્ષ બે માસની નાની બહેનને સાથે લઈને આરોપીઓના રૂમે ગઈ હતી. ત્યારે આરોપી નિકેશે નાની બહેનને રૂમમાં એકલી બોલાવી હતી પરંતુ મોટી બહેને એકલા રૂમમાં જવાની ના કહી હતી. જેથી ત્યાં હાજર રહેલા આરોપી નિકેશના મિત્રો આશિષ આહીર અને મહેશ ચાવડાએ સગીરાને દુપટ્ટા વડે હાથ પગ બાંધી દીધા હતા અને આરોપી આશિષે છરી કાઢી કંઈ પણ બોલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બાદમાં આરોપી નિકેશે સગીરાની નાની બહેન સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર મામલે પીડિત બહેનોના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમ ઉમેરીને ગુનો દાખલ કર્યો હતો. જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ જુડાલ તથા સ્ટાફના કર્મીઓએ દુષ્કર્મ કેસના ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments