Team Chabuk-Gujarat Desk: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ગીર સોમનાથ જિલ્લાના મહિલા અધિકારીઓએ ખાસ સંદેશો આપ્યો છે, જિલ્લા વહીવટી તંત્રમાં પુરુષ અધિકારીઓ સાથે ખભે ખભો મિલાવી રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓ અને નીતિને અમલમાં મૂકવામાં અગ્રેસર આ મહિલા અધિકારીઓએ જિલ્લાના જટિલ પ્રશ્નોનો પણ સૂઝબૂઝથી ઉકેલ લાવી પોતાની વહીવટી અને કાર્યકુશળતાનો પરિચય કરાવ્યો છે.
સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને એક સંતુલિત સમાજ નિર્માણમાં ખૂબ મોટી જવાબદારી નિભાવી રહેલી આ મહિલા અધિકારીઓ આજે એક પ્રેરણાસ્ત્રોત છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની Gender equality today for a sustainable tomorrowની થીમ સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રની મહિલા અધિકારીઓ મહિલાઓને શિક્ષિતની સાથે આત્મનિર્ભર બનવા અને મુશ્કેલીઓ સામે હિંમતથી બાથ ભિડવાની મહિલાઓને હાંકલ કરે છે.

સરયુબા જસરોટિયા, પ્રાંત અધિકારી, વેરાવળ
વેરાવળ પ્રાંતનું સુચારૂ નિર્વહન અને સંચાલન કરનાર વેરાવળ પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયા મહિલાઓને સંદેશ આપતા જણાવે છે કે મહિલાઓ સાચા અર્થમાં સમાજના નિર્માણનું કાર્ય કરે છે. બાળકોના ઉછેરથી લઈને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું આર્થિક બજેટ તૈયાર કરવા સુધીના તમામ કર્યો મહિલાઓ સુચારુ રૂપે કરી જાણે છે. મહિલાઓ સમાજમાં આવતા સકારાત્મક પરિવર્તનોની આધારશીલા રહી છે. આપણા દેશમાં નારીઓને શક્તિ સ્વરૂપે સન્માન આપવામાં આવ્યું છે. ત્યારે સ્ત્રીઓના સશક્તિકરણ માટે સરકાર પણ એટલી જ કટિબદ્ધ છે. વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સર્વાંગી વિકાસ માટે મહિલા અને બાળ વિકાસ બજેટમાં ૪૨% નો ધરખમ વધારો કર્યો છે. સાથે જ ઘર ને ચલાવતી મહિલાઓને સાચા અર્થમાં ઘરની માલિક બનાવવા માટે અને મહિલાઓના સામાજિક દરજ્જાના વિકાસ માટે સરકારશ્રીએ મિલકત તબદીલીના દસ્તાવેજો મહિલાઓના નામે હોય તેના પર નોંધણી ફીમાંથી મુક્તિ પણ આપી છે.

અનુસુચિત જાતિના નાયબ નિયાયક એ.જે ખાચર
આઝાદી બાદ મહિલાઓની સ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને બંધારણમાં મહિલાઓના અધિકારોને રક્ષિત કરવામાં આવ્યા છે. બાબા સાહેબ આંબેડકર તેમજ અન્ય મહાનુભાવોના પ્રયાસોના કારણે મહિલાઓને મહત્વનો મિલકતનો અધિકાર મળ્યો છે. જેનુ પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે. મહિલાઓના ઉત્કર્ષ માટે કેન્દ્ર-રાજ્ય સરકારે યોજનાઓ અમલામાં મૂકવાની સાથે નવી નીતિઓ પણ ઘડી છે. હા, એટલુ ચોક્કસ છે કે, જો મહિલાઓ શિક્ષિત અને આર્થિક રીતે આત્મનિર્ભર હશે તો આવનારા પડકારો સામે આત્મવિશ્વાસ સાથે જઝૂમી શકશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સર્વેને શુભેચ્છાઓ પાઠવવાની સાથે દરેક વાલીઓને ખાસ અનુરોધ કરીશ કે, દિકરીઓને ખૂબ ભણાવે.

રસીલાબેન વાઢેર, આર.એફ.ઓ. પ્રભાસપાટણ રેન્જ
પોતાનામાં રહેલી હિંમત મહિલાઓ બહાર લાવશે તો અશક્ય લાગતા કાર્યો પણ અચૂકપણે કરી શકશે. આજે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પરચમ લહેરાવ્યો છે, તેનાથી આપણે પરિચિત છીએ, પણ સમાજમાં મહિલાઓને ઘણી ભૂમિકાઓ અને જવાબદારી સાથે ચાલવાનુ હોય છે. મહિલા એક, માતા, પુત્રી, બહેન, પત્ની આમ, અનેક ભૂમિકા હોય છે. એટલે મહિલાઓની સવિશેષ જવાબદારી હોય છે. ૨૦૦૭માં પ્રથમવાર વન વિભાગમાં સેવા કરવાની તક મળી હતી. આ પ્રથમ ભરતીમાં હું વન વિભાગમાં ગાર્ડ તરીકે જોડાઈ હતી. જેથી હું વન્ય પ્રાણીઓના રેસક્યુ સહિતની કામગીરી કરી શકી છું. આજે તેના પરિણામે મને ખ્યાતિ મળવાની સાથે અનેક સન્માનો પણ પ્રાપ્ત થયા છે. એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કહીશ કે, મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરે.

ડૉ. અનસુયા વરચંદ, પોલીસ ઇન્સ્પેક્ટર, સોમનાથ મંદિર, સુરક્ષા
આજે જ્યારે વિશ્વની અડધી આબાદી સ્ત્રીઓની છે ત્યારે રાષ્ટ્ર-સમાજના વિકાસમાં સ્ત્રીઓનું યોગદાન જરા પણ ઓછુ રહે તે પાલવે તેમ નથી. આ સાથે મહિલાઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવું જોઈએ. જેથી ખરા અર્થમાં મહિલા સ્વતંત્ર બની શકે. સ્ટીરીયોટાઈપ્સથી દૂર રહી પ્રગતિશીલ વિચારધારા અપનાવી જોઈએ. આજે મહિલાઓ માટે અનેક ક્ષેત્રમાં જવા માટેના દ્વાર ખૂલી ગયા છે. આજે મહિલા આર્મીમાં જઈ શકે છે, હવાઈ જહાજ ચલાવી શકે છે. સ્પોર્ટ્સમાં પણ આગળ વધી શકે છે. તે મહિલાઓએ સાબિત પણ કર્યું છે. દેશના વિકાસમાં મહિલાઓ જ્યારે પૂરતું યોગદાન આપી સહભાગી બનશે ત્યારે મહિલાઓ સાચા અર્થમાં ‘મર્દાની’ કેહવાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત