Team Chabuk-Gujarat Desk: યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ભારત પરત ફરેલા વેરાવળના બે યુવાનોએ માનવતાની મહેક પ્રસરાવી છે. આ યુદ્ધની પરિસ્થિતિમાં દરેક લોકો યુક્રેન છોડવા માટે બેબાકડા બન્યા હોય છે. પરંતુ વેરાવળનો ખુશ શાહ અને શુભમ ગદાએ યુક્રેનના પશ્ચિમમાં આવેલ ચર્નિવિત્સી શહેરમાં ભારત સહિત અન્ય દેશના લોકોની રહેવા-જમવા સહિતની વ્યવસ્થામાં ખૂબ મદદરૂપ થયા હતા. ત્યાર બાદ રોમાનિયા એમ્બસીમાં ભારતીય નાગરિકોને મદદ કરવા માટે ભારત આવવાનુ મોડું પસંદ કર્યું હતું. ત્યારે ખુશ અને શુભમની આ સ્પિરિટને વેરાવળના પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયાએ બિરદાવી હતી અને યુદ્ધની સ્થિતિમાં પણ માનવીય મૂલ્યોનુ જતન કરવા માટે રૂબરૂ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ હેમખેમ પરત ફરેલા ખુશ અને શુભમ કહે છે કે, અમે યુક્રેનના પશ્ચિમ ભાગમાં આવેલ ચર્નિવિત્સી શહેરમાં હતા. આ ભાગ યુક્રેનના અન્ય વિસ્તારના સરખામણીમાં ખૂબ સુરક્ષિત હતો. યુક્રેનના કીવ, ખારકીવ સહિત અન્ય શહેરના લોકો ચર્નિવિત્સી શહેરમાં આશ્રય લેવા માટે આવી રહ્યા હતા. જેમા ભારત સહિત અન્ય દેશના નાગરિકો પણ હતા. સ્વભાવિક રીતે લોકોમાં એક ભયનો માહોલ પણ જોવા મળતો હતો. ત્યારે અમે વધુ સુરક્ષિત વિસ્તારમાં હતા, એટલે આ વિપરિત પરિસ્થિતિમાં લોકોની મદદ કરવામાં લાગી ગયા હતા. જેમા લોકોની ભોજન સહિતની વ્યવસ્થા કરતા હતા. આમ, તા.૨૪ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી સુધી યુક્રેનમાં રહ્યા હતા. ત્યાર બાદ રોમનાયા ખાતેની ઈન્ડિયન એમ્બસી ખાતે પહોચ્યાં હતાં.
શુભમ અને ખુશ કહે છે કે, યુક્રેનના ચર્નિવિત્સીથી રોમાનીયાની બોર્ડર સુધી પહોંચવા માટે અમારી બસની આગળ ભારતનો રાષ્ટ્ર ધ્વજ લગાવી દેવામાં આવ્યો હતો. આ સાથે અમારી સુરક્ષામાં સામેલ યુક્રેન પોલીસની ગાડી પર ઈન્ડિયન ફ્લેગ લગાવી દેવામાં આવ્યો હતો. જેથી અમારી બસ સુરક્ષિત રીતે રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી હતી. જો કે, રશિયન સેના યુક્રેન સહિત અન્ય કોઈ પણ દેશના સામાન્ય નાગરિકોને હાનિ પહોંચાડવા માગતી ન હતી તેવુ પણ અમે અનુભવ્યું.
રોમાનિયામાં ભારતીય દૂતાવાસના સાહેબો સાથે સંકલનમાં રહીને ભારતના લોકોને વતન પરત મોકલવા માટે રજીસ્ટ્રેશનથી માંડી ફ્લાઈટ માટે જે વ્યવસ્થા કરવાની હતી તેમાં મદદરૂપ બનતા હતા. ખરેખર આ સમયમાં લોકોની મદદ કરવાનું એમને ખૂબ પસંદ પડતું હતું. સાથે જ લોકોની મદદ કરવામાં એક અનેરો આનંદ આવતો હતો. અમને વહેલા ભારત જવાની તક મળતી હતી. પરંતુ ભારતીય દૂતાવાસના પિયુષ, ચેતન અને ઉદેશી સર જોડે લોકોની મદદ માટે થોડો વધુ સમય રોકાય ગયા હતા. છેલ્લે જ્યારે રોમાનિયાથી ભારત આવવા માટેની સ્થિતિ એકદમ સામાન્ય થતા ભારત પરત ફરવાનુ નક્કી કર્યું હતું.
ખુશ અને શુભમ કહે છે કે, અમે અનુભવ્યું કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતના વિદ્યાર્થીઓ- લોકોને પરત ફરવાની કામગીરી ખૂબ ઝડપથી થઈ રહી હતી. ભારતીય દૂતાવાસે પણ યુક્રેન પરત આવેલ ભારતીયો માટે રહેવા જમવા સહિતની નિ:શુલ્ક વ્યવસ્થા કરી હતી. આ સમયે રોમાનિયા અને યુક્રેન ઠંડીનો પણ એટલો જ પ્રકોપ હતો. ત્યારે લોકો માટે ચાદર-ગરમ કપડાની વ્યવસ્થા પણ કરવામાં હતી. આ સાથે યુક્રેનથી ભારત પરત ફરવા માટે લોકોને ટિકિટનો ખર્ચ પણ કરવો પડ્યો નથી. એટલે વિનામૂલ્યે ભારત સરકારે લોકોને સુરક્ષિત વતન પરત પહોંચાડ્યા છે. ભારતીય લોકો યુક્રેનથી રોમાનિયા, પોલેન્ડ, માલડોવા અને હંગેરી સરહદેથી પરત ફરી રહ્યા છે. આ સાથે સ્યો બુદે દોબરે- બધા સલામત રહે… તેવી યુક્રેની ભાષામાં કામના વ્યક્ત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત