Homeગુર્જર નગરીસુરતમાં શા માટે આર્મી જવાને પત્ની પર જ ફાયરિંગ કરાવ્યું ?...

સુરતમાં શા માટે આર્મી જવાને પત્ની પર જ ફાયરિંગ કરાવ્યું ? તપાસમાં સામે આવ્યું આ કારણ

Team Chabuk-Gujarat Desk: સુરતમાં પત્ની છૂટાછેડા ન આપતા આર્મી જવાને પત્નીની હત્યાનો પ્લાન ઘડ્યો. પત્નીની હત્યા કરવા માટે મિત્ર પાસે 15 દિવસમાં 2 વાર ફાયરિંગ  કરાવ્યું. ફાયરિંગની ઘટનામાં ક્રાઇમબ્રાંચે 2 શૂટરોને પુણા-કડોદરા રોડ પર સણિયા હેમાદ ગામેથી પકડી લીધા છે. ઝડપાયેલા શૂટરો રવિન્દ્ર રધુનાથ યેશે અને નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદ  પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને કાર્તુઝ તેમજ બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સોપારી આપનારા આર્મીમેન પતિ વિનોદ મોરીની પણ ધપકડ કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત 12 માર્ચે સુરતના માનદરવાજા ફાયર સ્ટેશનની ગલીમાં આર્મીમેનની પત્ની નંદા વિનોદ મોરે પર 2 શૂટર બાઇક પર આવી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. મહિલાને ડાબા હાથમાંથી ગોળી આરપાર નીકળી ગઈ હતી. તો એક ગોળી પીઠ પર અને એક ગોળી થાપાના ભાગે વાગી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, 15 દિવસ પહેલા પાંડેસરા પાસે મહિલા પર આ બન્ને શૂટરોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આરોપી રવિન્દ્ર હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી 2 વાર સુરત આવ્યો હતો.

શનિવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ભાણેજ યોગીતા સાથે દવાખાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઘર પાસેના રોડ પર જ તેમના પર ફાયરિંગ થયું હતું. સ્પ્લેન્ડર બાઇક પર આવેલા બે યુવકો ગણતરીના સમયમાં જ 3 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર પતિ-પત્ની ઘણા સમયથી એકબીજાથી અલગ રહેતા હતા. અને છુટાછેડા લેવા  બાબતે બંન્ને વચ્ચે ઝગડો ચાલતો હતો. પરંતુ પત્ની ડિવોર્સ માટે રાજી ન હોવાથી આખરે પતિએ નક્કી કરી લીધું હતું કે પત્નીને કોઈ પણ રીતે રસ્તામાંથી હટાવી દેવી છે. હાલ હત્યાની કોશિશ  કરનાર પતિને જેલના સળિયા ગણતો કરી દીધો છે. આ ઘટનામાં પત્નીના પરિવારે પતિએ જ ફાયરિંગ કરાવ્યાનો આક્ષેપ લગાવ્યો હતો. જે આરોપ સાચો નીકળ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments